Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ

અર્થશાસ્ત્રીને બદલે ખરાબ રેકોર્ડવાળા રિટાયર્ડ IAS ઑફિસરને RBI ગવર્નરનું પદ સોંપી સરકાર શું સાબિત કરવા માગે છે?

ઉર્જિત પટેલના રાજીનામાં બાદ કેન્દ્ર સરકારે તમિલનાડુ કેડરના IAS સક્તિકાંત દાસની રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂંક કરી છે, પરંતુ સરકારના આ નિર્ણય કયા આધારે લીધો તેના પર સવાલો ઉઠી શકે તેમ છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નરનું પદ અર્થશાસ્ત્રી ન હોય તેવા વ્યક્તિને આપવું દેશના અર્થંત્રને ખાડામાં ધકેલવા બરાબર છે. સક્તિકાંત દાસ એક રિટાયર્ડ IAS ઑફિસર છે અને તેમનો ટ્રેક રેકોર્ડ પણ સારો નથી રહ્યો. જ્યારે નોટબંધી વખતે રિઝર્વ બેંકે પણ ચૂપ્પી સાધી હતી તેવા સમયે સક્તિકાંત દાસે સરકારના નિર્ણયના પક્ષમાં મેદાનમાં ઉતરી આવ્યા હતા.

કોણ છે શક્તિકાંત દાસ

કોણ છે શક્તિકાંત દાસ

26 ફેબ્રુઆરી, 1957ના રોજ જન્મેલા શક્તિકાંત દાસ તમિલનાડુ કેડરના આઈએએસ અધિકારી છે. નવી દિલ્લીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી માસ્ટર્સ ડીગ્રી લેનાર શક્તિકાંત દાસે ભારત સરકારના ઘણમા મહત્વના પદો પર પોતાની સેવાઓ આપી છે. તેમણે નાણાં મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેંડિચરના જોઈન્ટ સેક્રેટરી, તમિલનાડુ સરકારના સ્પેશિયલ કમિશ્નર અને રેવન્યુ કમિશ્નર, ઈન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સેક્રેટરીની સાથે સાથે ઘણા મહત્વપૂર્ણ પદો પર કામ કર્યુ છે.

મહત્વના પદોની સંભાળી જવાબદારી

મહત્વના પદોની સંભાળી જવાબદારી

નાણા કમિશનના સભ્ય શક્તિકાંત દાસને આરબીઆઈના નવા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે શક્તિકાંત દાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફેવરિટ અધિકારીઓ તરીકે ઓળખાય છે. શક્તિકાંત દાસ આ પહેલા આર્થિક બાબતોના સચિવ પદ પર પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. આર્થિક બાબતોના પૂર્વ સચિવ શક્તિકાંત હવે કેન્દ્રીય બેંકની જવાબદારી સંભાળશે. ગયા વર્ષે જ તે સચિવ પદેથી રિટાયર થયા હતા.

નોટબંધીના નિર્ણયમાં મહત્વની ભૂમિકા નિભાવી

નોટબંધીના નિર્ણયમાં મહત્વની ભૂમિકા નિભાવી

રિટાયરમેન્ટ બાદ વર્તમાનમાં ભારતના 15માં નાણા કમિશન અને ભારતના શેરપા જી-20માં સભ્ય છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાના નોટબંધીના નિર્ણયમાં પણ તેમની મુખ્ય ભૂમિકા રહી હતી. માનવામાં આવે છે કે સરકાર તરફથી લેવાયેલ આ નિર્ણયનો ડ્રાફ્ટ બનાવનારામાં દાસ પણ શામેલ હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X