share bazar : સેન્સેક્સની ટોપ કંપનીઓની બલ્લે બલ્લે, 3.84 લાખ કરોડ રૂપિયા માર્કેટ કેપ વધી
Share bazar : ગયા અઠવાડિયામાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે. BSE સેનસેક્સ 3,395.94 અંકના ઉછાળ સાથે 4.51% વધ્યો, જ્યારે NSE નો નિફ્ટી પણ 1,023.1 પોઈન્ટથી 4.48% આગળ વધ્યો છે.
આ ઉછાળનો લાભ ખાસ કરીને ટોચની 10 કંપનીઓને થયો છે, જેમના સંયુક્ત માર્કેટ કેપમાં 3,84,004.73 કરોડનો વધારો નોંધાયો છે.

આ અવધિમાં એચડીએફસી બેંકનું માર્કેટ મૂલ્ય 76,483.95 કરોડ રૂપિયાનું વધીને 14,58,934.32 કરોડ પર પહોંચી ગયું, જે ટોચના લાભાર્થી તરીકે ઊભરી આવી છે. ત્યારબાદ ભારતી એરટેલનું માર્કેટ કેપ 75,210.77 કરોડ વધીને 10,77,241.74 કરોડ થયું છે.
ટોપની લાભાર્થી કંપનીઓ
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ: 74,766.36 કરોડનો વધારો (કુલ 17,24,768.59 કરોડ)
- આઈસીઆઈસીઆઈ બેંક: 67,597 કરોડનો વધારો (કુલ 10,01,948.86 કરોડ)
- એસબીઆઈ: 38,420.49 કરોડનો વધારો (કુલ 7,11,381.46 કરોડ)
- ટીસીએસ: 24,114.55 કરોડનો વધારો (કુલ 11,93,588.98 કરોડ)
- બજાજ ફાઇનાન્સ: 14,712.85 કરોડનો વધારો (કુલ 5,68,061.13 કરોડ)
- આઈટીસી: 6,820.2 કરોડનો વધારો (કુલ 5,34,665.77 કરોડ)
- ઈન્ફોસિસ: 3,987.14 કરોડનો વધારો (કુલ 5,89,846.48 કરોડ)
- હિન્દુસ્તાન યુનિવર: 1,891.42 કરોડનો વધારો (કુલ 5,57,945.69 કરોડ)
વિશ્લેષકો જણાવી રહ્યાં છે કે બજારની તેજીનું મુખ્ય કારણ ટેરિફ અને અમુક ઉત્પાદનો પર મળેલી રાહત છે. ઓછા ટ્રેડિંગ દિવસો હોવા છતાં નફાની સાથે શેરબજારમાં વિશ્વાસ જોવા મળ્યો છે.
જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ટેરર પર 90 દિવસની રોક લગાવ્યા બાદ ભારતીય શેરબજાર સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. સતત તુટ્યા બાદ બજારમાં રિકવરી જોવા મળી રહી છે. જો કે આ તેજી કેટલા દિવસ ચાલશે તેને લઈને કોઈ ચોક્કસ દાવો કરી શકાય તેમ નથી.












Click it and Unblock the Notifications
