શેર્સ અંગેની કેટલીક મહત્વની વાતો જાણી લો
શું તમે ક્યારેય કોઈ શેરનું વિશ્લેષણ કર્યું છે ? કેટલાક એવા માપદંડ છે જેના પર નિષ્ણાતો અને સ્ટોક બ્રોકર્સ શેરનું એનાલિસીસ કરે છે, આ જ રીતે તમે પણ શેર્સનું વિશ્લેષણ કરી શકો છો.
શું તમે ક્યારેય કોઈ શેરનું વિશ્લેષણ કર્યું છે ? કેટલાક એવા માપદંડ છે જેના પર નિષ્ણાતો અને સ્ટોક બ્રોકર્સ શેરનું એનાલિસીસ કરે છે, આ જ રીતે તમે પણ શેર્સનું વિશ્લેષણ કરી શકો છો. હંમેશા ધ્યાન રાખો કે શેર્સ પણ માણસની જેમ સંપૂર્ણ રીતે પરફેક્ટ નથી, એટલે તમારે એક સારો શેર પસંદ કરી તેની સાથે બીજા સ્ટોકની સરખામણી કરવી પડશે. 20 વર્ષ પહેલા લોકો છાપામાંથી ગણતરીના શેર્સની માહિતી મેળવી શક્તા હતા. આજના સમયમાં તમે પબ્લિક સ્ટોક વિશે જાતભાતની માહિતી મેળવી શકો છો, જે તમને ભ્રમિત પણ કરી શકે છે, પરંતુ જો તમને ખ્યાલ છે કે સાચી માહિતી ક્યાં મળશે તો એ સારી વાત છે.
આ પણ વાંચો: કેવી રીતે ચેક કરશો મ્યુચ્યુઅલ ફંડનું પર્ફોમન્સ?

P/E ગુણોત્તર
P/E ગુણોત્તર અથવા કમાણીની કિંમત સૌથી મુખ્ય વાત છે. P/E ગુણોત્તર જાણવા માટે તમારે ઈપીએસ શોધવું પડશે. ઈપીએસ એટલે કે અર્નિંગ પર શેર, નેટ પ્રાફિટ કે શેર્સની સંખ્યાનો ભાગાકાર કરીને મેળવવામાં આવે છે. જો કંપની એના 10 હજાર શેર્સ છે. અને કંપનીનો નેટ પ્રોફિટ 1 લાખ રૂપિયા છે. તો કંપનીની ઈપીએસ 10 રૂપિયા થશે. ઈપીએસ મળ્યા બાદ P/E શોધવા માટે તેને માર્કેટ પ્રાઈસમાં વિભાજિત કરવામાં આવે છે. આ જ રીતે જો કોઈ કંપનીની માર્કેટ પ્રાઈસ 100 રૂપિયા છે અને ઈપીએસ 10 છે તો તેનું P/E 10 થશે.

પ્રમોટર હૉલ્ડિંગ
જો કોઈ શેરમાં પ્રમોટર હોલ્ડિંગ વધુ હોય, તો આ સારી વાત છે. વિપ્રો જેવી ઘણી બધી કંપનીઓમાં પ્રમોટર હોલ્ડિંગ 75 ટકા જેટલી વધુ છે. એટલે પ્રમોટર હોલ્ડિંગ પણ તપાસો

શેર ગિરવે મૂકવા
આજકાલ પ્રમોટર્સ લોન લેવા માટે શેર્સ ગિરવે મૂકે છે. જો કંપનીએ કોઈ પ્રમોટર હોલ્ડિંગ ગિરવે મૂખ્યા હોય તો આવી કંપનીના શેર ન ખરીદવા જોઈએ. એવી કંપની તપાસો જેણે પ્રમોટર હોલ્ડિંગ ગિરવે ન મૂક્યા હોય.

ડિવિડન્ડ યિલ્ડ
જો કોઈ કંપની પ્રતિફળ કે લાભાંશ ન આપે તો તેના શેર ન ખરીદો. ડિવિડન્ડ યિલ્ડ એક વળતર છે, જે શેર ખરીદ્યા બાદ મળે છે. કોલ ઈન્ડિયા જેવા સ્ટોક લગભગ 9 ટકા જેટલું ડિવિડન્ડ યિલ્ડ આપે છે. જો તમે 305 રૂપિયામાં શેર ખરીદો છો તો કંપની 27 રૂપિયા જેટલું વળતર આપે છે. તેમ છતાંય વધુ પ્રતિફળનો અર્થ એ નથી કે હંમેશા તમારા શેરની કિંમત વધુ જ હોય.

કૅશ ફ્લો
સ્ટોક્સમાં પોઝિટિવ કેશ ફ્લો સારી વાત છે. જેમનો કૅશ ફ્લો પોઝિટિવ હોય તે કંપની પર ધ્યાન આપો. કૅશ ફ્લો સામાન્ય બિઝનેસ ઓપરેશન છે. જુઓ કૅશ ફ્લો વધવા પાછળનું કારણ શું છે.

વેલ્યુ બુક કરવાની કિંમત
વેલ્યુ બુક કરવાની કિંમત પણ ભારતમાં શેરને સમજવાની એક રીત છે. જો કે અહીં પણ ધ્યાન આપવાની જરૂર છે. દાખલા તરીકે જાહેર ક્ષેત્રની બેન્ક 0.5 ગણી કિંમત ટુ બેક વેલ્યુ પર ટ્રેડિંગ કરે છે. તેમ છતાંય નુક્સાનના કારણે બુક વેલ્યુ સમય પ્રમાણે ઘટે છે. જેનું ધ્યાન રાખો.

નેટ પ્રોફિટ ગ્રોથ
HDFC બેન્કનું પ્રિમીયમ જબરજસ્ત છે. એટલે એવું થાય કે કંપનીની ત્રિમાસિક ગ્રોથ 20થી 25 ટકા રહે છે. શાનદાર ગ્રોથને કારણે P/E ગુણોત્તર વધી જાય છે. જો કોઈ કંપનીનો નેટ પ્રોફિટ ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડથી વધી જાય છે. તો આવા સ્ટોકનું પ્રીમિયમ આપવું જોઈએ.

કંપની જેને તમે જાણો છો
હંમેશા એવી કંપનીથી શરૂઆત કરો કે જેના વિશે તમે જાણો છો, અને સમજો છો કે કંપની કમાવવા માટે શું પ્લાન બનાવે છે. જો તમે કંપની વિશે નથી જાણતા તો જોખમ છે. એક સ્થાપિત કંપની જે ધીરે ધીરે આગળ વધી રહી છે તેના શેર સસ્તા હશે. જો કે તેની સામે જે કંપની પાસેથી સારા ગ્રોથની અપેક્ષા છે તેના મોંઘા હશે. કંપનીની કિંમત અને કમાણીને ઈન્ડસ્ટ્રીની અન્ય કંપનીઓ સાથે સરખાવો.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
