For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેવી રીતે ચેક કરશો મ્યુચ્યુઅલ ફંડનું પર્ફોમન્સ ?

દરેક રોકાણકાર જે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો છે તે પોતાની યોજના અને પોર્ટફોલિયો કેવું કરી રહ્યો છે તે જાણવા ઈચ્છે છે.

|
Google Oneindia Gujarati News

દરેક રોકાણકાર જે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો છે તે પોતાની યોજના અને પોર્ટફોલિયો કેવું કરી રહ્યો છે તે જાણવા ઈચ્છે છે. સ્ટોકમાં જેમ રોજેરોજ નજર રાખવી પડે છે તેવું મ્યુચ્યુઅલ ફંડમાં નથી. મ્યુચ્યુઅલ ફંડની સમીક્ષા છ મહિને એક વાર કરી શકાય છે. તો ચાલો જાણીએ તમે તમારા મ્યુચ્યુઅલ ફંડનું પર્ફોમન્સ કેવી રીતે ચેક કરી શકો છો.

આ પણ વાંચો: સોનાના સિક્કા ખરીદતા પહેલા આટલું રાખો ધ્યાન

એક રોકાણકાણ પોતાના મ્યુચ્યુલ ફંડનું પર્ફોમન્સ કેવી રીતે ચેક કરી શકે?

એક રોકાણકાણ પોતાના મ્યુચ્યુલ ફંડનું પર્ફોમન્સ કેવી રીતે ચેક કરી શકે?

જે યોજનામાં તમે ઈન્વેસ્ટ કર્યું છે તેને પોર્ટફોલિયો ફંડ હાઉસની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. દરેક મહિને, ફંડ હાઉસ એક ફેક્ટ શીટ પબ્લિશ કરે છે, જે યોજનામાં રહેલી દરેક યોજના અને પોર્ટફોલિયોની સાથે સ્ટોકનું એનાલિસીસ આપે છે. તેનાથી તમે જાણી શક્શો કે આ સ્કીમની સરખામણી તમે બેન્ચમાર્ક સાથે કેવી રીતે કરી શક્શો.

મને કેવી ખબર પડશે કે મારું ફંડ સારુ કરી રહ્યો છે કે ખરાબ?

મને કેવી ખબર પડશે કે મારું ફંડ સારુ કરી રહ્યો છે કે ખરાબ?

મની મેનેજર્સનું માનવું ચે કે મ્યુચ્યુલ ફંડના પ્રદર્શનને જુદી રીતે ન જોવું જોઈએ. કોઈ પણ સ્કીમના પર્ફોમન્સને બરાબર સમજવા માટે તેની શ્રેણીમાં અને તેના બેન્ચમાર્ક સાથેના તેના જેવા જ ફંડની સરખામણી કરો. દાખલા તરીકે નિફ્ટી TRI કે બીજા મોટા કેપ ફંડની સાથે એક મોટા કેપ ફંડની સરખામણી કરો. કેટલીક વેબસાઈટ સ્વતંત્ર રીતે પણ મ્યુચ્યુઅલ ફંડના પ્રદર્શનને ટ્રેક કરે છે. તમે ક્વાર્ટરલી, છ માસિક કે વાર્ષિક જેવી જુદી જુદી સમય મર્યાદામાં પ્રદર્શનની સમીક્ષા કરીને એક જ સિરીઝમાં તમારા મ્યુચ્યુઅલ ફંડનું પ્રદર્શન ચકાસી શકો છો.

તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?

કોઈ પણ પ્રમોટર પર્ફોમન્સને લગતા ફેરફાર સિવાય ફંડ મેનેજમેન્ટ કે કેટલાક મુખ્ય પરિવર્તનો પર નજર રાખતો હોય છે. ફંડ મેનેજમેન્ટમાં વારંવાર પરિવર્તનને કારણે રોકાણની રીત પણ દલાઈ શકે છે. નવા ફંડ મેનેજરના સ્થાન પર ગયા બાદ નજીકના પોર્ટફોલિયો ચેક કરો. જો તે પોતાની રીત બદલે છે, તો આ ચિંતાનો વિષય છે. હાલનો પ્રમોટર જાય કે નવો પ્રમોટર આવે તેમ માલિકી બદલાઈ શકે છે. આવા ફેરફાર દેખાય ત્યારે તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝર સાથે વાત કરો અને તમારા પોર્ટફોલિયોનું આયોજન કરો.

જો મારી સ્કીમ ખરાબ પર્ફોમ કરે છે તો શું કરવું?

જો મારી સ્કીમ ખરાબ પર્ફોમ કરે છે તો શું કરવું?

ઓછા સમયમાં જો ખરાબ પર્ફોમન્સ દેખાય છે તો સ્કીમ છોડી ન દો. જો ફંડ મેનેજર નવો છે, તો તે પોતાની જાતને સાબિત કરે અને તમારા રોકાણના ઉદ્દેશ્યને પૂરો કરી શકે તે માટે કેટલોક સમય આપો. મની મેનેજર્સની સલાહ છે કે તમારા ફંડને ઓછામાં ઓછો 6-12 મહિનાનો સમય આપો. જો હજી પણ પર્ફોમન્સ ન સુધરે કે બેન્ચમાર્ક તૂટે તો જ ફંડ છોડવાનું વિચારો. કોઈ પણ યોજના છોડતા પહેલા તેની અસર પર વિચાર કરો.

English summary
How to check your mutual funds performance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X