શેર બજાર રેકોર્ડ ઉંચાઈએ, 51 હજારને પાર ખુલ્યો સેંસેક્સ
સામાન્ય બજેટ આવ્યા બાદ ગયા 5 દિવસથી શેર બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે.
નવી દિલ્લીઃ Share Market Update: શેર બજારમાં સતત તેજીનો દોર ચાલુ છે. નાણાકીય વર્ષ 2021-22નુ સામાન્ય બજેટ આવ્યા બાદ ગયા 5 દિવસથી શેર બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આજે એક વાર ફરીથી બજાર લીલા નિશાન પર ખુલ્યુ અને સેંસેક્સ 51000ના ઐતિહાસિક આંકડાને પાર કરી દીધો. સરકારી બેંકોના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના શેર રેકૉર્ડ ઉંચાઈને પાર કરી ગયા અને આજે આના શેરમાં 12 ટકાની તેજી જોવા મળી છે. ત્યારબાદ એસબીઆઈના શેર 400ને પાર કરી ગયા. સેંસેક્સ રેકોર્ડ 400 પોઈન્ટની તેજી સાથે ખુલ્યો અને 51000ને પાર પહોંચી ગયો તો નિફ્ટી પણ રેકૉર્ડ 15000ના આંકડાને પાર કરી ગયો.

આરબીઆઈની ઘોષણા બાદ શેર બજારમાં રેકૉર્ડ તેજી આરબીઆઈ તરફથી મૉનિટરી પૉલિસીની ઘોષણા બાદ એક વાર ફરીથી શેર બજારમાં રેકૉર્ડ તેજી જોવા મળી, સેંસેક્સ અને નિફ્ટી બંને ઈંડેક્સે ઉંચાઈનો નવો રેકૉર્ડ બનાવ્યો. આરબીઆઈએ રેપો અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નિફ્ટીના ટૉપ ગેનર
એસબીઆઈના શેર લગભગ 36 રૂપિયાની તેજી સાથે 390.60 રૂપિયાના સ્તરે ખુલ્યો. હીરો મોટરકૉર્પના શેર લગભગ 110 રૂપિયાની તેજી સાથે 3,550.50 રૂપિયાના સ્તરે ખુલ્યુ. ઈંડસઈંડ બેંકના શેર લગભગ 23 રૂપિયાની તેજી સાથે 1,055.40 રૂપિયાના સ્તરે ખુલ્યો. ઓએનજીસીના શેર લગભગ 2 રુપિયાની તેજી સાથે 99.45 રૂપિયાના સ્તરે ખુલ્યા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર લગભગ 11 રૂપિયાની તેજી સાથે 877.60 રૂપિયાના સ્તરે ખુલ્યા.
નિફ્ટીના ટૉપ લુઝર
એચડીએફસી બેંકના શેર લગભગ 6 રૂપિયાના ઘટાડા સાથે 1,573.15 રૂપિયાના સ્તરે ખુલ્યા. પૉવર ગ્રિડ કૉર્પોરેશનના શેર લગભગ 3 રૂપિયાના ઘટાડા સાથે 202.65 રૂપિયાના સ્તરે ખુલ્યો. આઈસીઆઈસીઆઈ બેંકના શેર લગભગ 3 રૂપિયાની ઘટાડા સાથે 625.15 રૂપિયાના સ્તરે ખુલ્યા.












Click it and Unblock the Notifications
