For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિબ્બલે 2જી લીલામીની નિષ્ફળતાનું ઠીકરું કેગના માથે ફોડ્યું

|
Google Oneindia Gujarati News

kapil-sibal
નવી દિલ્હી, 16 નવેમ્બર : 2જી લીલામીના મુદ્દે મંત્રીમંડળે શુક્રવારે પોતાની બેઠકમાં સરકરી નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું કે સરકાર લોકોનો ફાયદો ઇચ્છે છે. ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે 2જી લીલામીની નિષ્ફળતાનું ઠીકરું કેગના માથે ફોડ્યું હતું.

સિબ્બલે જણાવ્યું કે સમગ્ર મુદ્દાને સનસનીખેજ બનાવવામાં આવ્યો હતો. આવા નકારાત્મક પ્રચારનો શું ફાયદો થયો? સરકારનું કામ નીતિઓ બનાવવાનું છે. સરકાર લોકોનો ફાયદો ઇચ્છે છે.

સિબ્બલે કેગ પર હૂમલો કરતા જણાવ્યું કે 1.76 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવા અંગે જે આંકડો આપવામાં આવ્યો હતો તે માત્ર સનસનાટી ફેલાવવા માટે જ આપવામાં આવ્યો હતો. આ બેઠકમાં સંચારમંત્રી કપિલ સિબ્બલ, નાણા પ્રધાન પી ચિદમ્બરમ, કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સરકારને બે દિવસ પહેલા 2જી સ્પેક્ટ્રમની જે બોલીઓ મળી હતી તેમાં પ્રથમ દિવસે 9200 કરોડ રૂપિયાની બોલીઓ મળી હતી. ઊંચી બેઝ પ્રાઇઝને કારણે ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ લીલામીમાં ખાસ રસ દાખવ્યો ન હતો.

અખિલ ભારતીય સ્પેક્ટ્રમ માટે એક પણ બોલી મળી ન હતી. સરકારે અખિલ ભારતીય સ્પેક્ટ્રમ માટે બેઝ પ્રાઇઝ 14,000 કરોડ રૂપિયા રાખી હતી. સ્પેક્ટ્રમની માંગ ગુજરાત, ઉત્તરપ્રદેશ (પૂર્વ) તથા ઉત્તરપ્રદેશ (પશ્ચિમ)માંથી આવી હતી.

English summary
Sibal hits out at CAG over 2G auction failure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X