દુનિયાનો સૌથી મોટો સેલઃ અલીબાબાએ એક દિવસમાં કમાયા 22 નિખર્વ રૂપિયા
દુનિયાનો સૌથી મોટો સેલઃ અલીબાબાએ એક દિવસમાં કમાયા 22 નિખર્વ
નવી દિલ્હીઃ ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાનો ઓનલાઈન માર્કેટમાં પોતાનો અલગ જ દબદબો છે. એક દિવસે કોઈ કંપની નોકરીએ નહોતી રાખતી જેવા જેક માએ દુનિયાની સામે એવડી કંપની ઉભી કરીને રાખી દીધી જે માત્ર એક જ દિવસમાં કરોડો નહિ બલકે 22 નિખર્વ (ટ્રિલિયન) રૂપિયાની કમાણી કરે છે. કંપનીએ માત્ર એક જ દિવસના સેલમાં રેકોર્ડતોડ કમાણી કરી છે.
એક જ દિવસમાં કમાયા 22 નિખર્વ રૂપિયા
11મી નવેમ્બરે વાર્ષિક સેલમાં કંપનીએ એક જ દિવસમાં 213.5 અબજ યુઆન એટલે કે 30.8 અબજ ડોલર એટલે કે 22 નિખર્વ રૂપિયાનું વેચાણ કર્યું. આ વર્ષે આ સેલમાં પહેલી કલાકમાં સૌથી વધુ જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયાનો સામાન વેચાયો. સૌથી વધુ જે સામાનનું વેચાણ થયું તેમાં કપડાં, ઉન કોટ, પેન્ટ અને હૂડીઝ સામેલ છે.
કમાણીનો રેકોર્ડ તોડ્યો
બ્લૂમબર્ગના અહેવાલો મુજબ કંપનીએ પોતાની જ કમાણીનો રેકોર્ડ તોડી દીધો છે અને કંપનીએ સિંગલ્સ ડે સેલમાં 22 ટ્રિલિયન રૂપિયાનું વેચાણ કર્યું. આ સેલમાં કંપનીએ સૌથી વધુ શાઓમી, એપ્પલ અને ડાયસન બ્રાન્ડ્સની પ્રોડક્ટ વેચી છે. જણાવી દઈએ કે દર વર્ષે ચીની ઈ-કોમર્સ કંપની સિંગલ્સ ડે સેલનું આયોજન કરે છે.
દર વર્ષે સેલનું આયોજન થાય છે
આ એક દિવસીય સેલનું આયોજન દર વર્ષે 11મી નવેમ્બરે કરવામાં આવે છે. ચીનમાં આ સિંગલ્સ ડે સેલને મહોત્સવની જેમ મનાવવામાં આવે છે. આ અવસર પર લોકો ભારે ખરીદી કરે છે. અલીબાબાના સીઈઓ ડેનિયમ ઝાંગે કહ્યું કે આ સેલને જોઈને લાગે છે કે લોકો હવે ઈકોમર્સ અપનાવી રહ્યા છે. લોકોએ આ સેલમાં ભારે હિસ્સો લીધો, જે દર્શાવે છે કે લોકો ઈન્ટરનેટ દ્વારા શૉપિંગમાં રસ દાખવતા થયા છે.