For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય ખાન પાન ઉદ્યોગનું કદ વધીને રૂપિયા 48 અબજ થયું

|
Google Oneindia Gujarati News

street-food
મુંબઇ, 1 જૂન : વિશ્વભરમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગની વાહવાહી બોલી રહી છે. જો કે ઇન્ડસ્ટ્રીના દક અને ટર્નઓવરની વાત આવે તો ભારતીય ફૂડ ઇન્ડસ્ટ્રી બોલીવુડને ટપી જાય છે. અનેક બિગ બજેટ ફિલ્મો, સુપરસ્ટાર્સ અને બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપવા છતાંય ભારતનો ફિલ્મ ઉદ્યોગ હજુ માત્ર બે બિલિયન ડોલરનું જ કદ ધરાવે છે. બીજીબાજુ ગરમાગરમ અને સ્વાદિષ્ટ ભોજનનો કારોબાર નાના ખેલાડીઓમાં વહેંચાયેલો હોવા છતાં ખુબ ઊંચું ટર્નઓવર ધરાવે છે. નવાઈની વાત એ છે કે આ ઉદ્યોગનું કદ ભારતના ટેલિકોમ ઉદ્યોગ કરતા પણ વિશાળ છે.

નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં જણાવાયા અનુસાર લોકોની ખાનપાનની ગતિવિધિઓમાં વધારો થયો હોવાથી રેસ્ટોરાં ઉદ્યોગનું કદ વધીને 48 બિલિયન ડોલરનું થઈ ગયું છે. શહેરોમાં એક ઘરમાં એક કરતા વધુ લોકો કમાતા હોય છે જેથી ઘરદીઠ આવક વધે છે. આ સિવાય લાઇફ સ્ટાઇલ બદલાઈ રહી છે અને લોકોની ખાન પાનની પસંદગીને લીધે ખાનપાન ઉદ્યોગના સંગઠિત બજારનું કદ આગામી પાંચ વર્ષમાં બીજા 28 બિલિયન ડોલર વધી જાય એવી સંભાવના છે.

ખાન પાનના સંગઠિત ઉદ્યોગમાં કેઝ્યુઅલ ડાઈનિંગ અને ક્વિક સર્વિસ રેસ્ટોરાં (ક્યુએસઆર)નો હિસ્સો 70 ટકાનો છે, જ્યારે પબ, બાર, ક્લબ અને લાઉન્જિઝ (પીબીસીએલ)નો હિસ્સો 12 ટકાનો, જ્યારે બાકીના 8 ટકાનો હિસ્સો ફાઈન-ડાઈનીંગ અને ફ્રોઝન ડેઝર્ટ આઉટલેટ્સનો છે. "પહેલાં ખાન પાનની ક્રિયા પ્રસંગોપાત થતી હતી, પણ હવે ખાન પાનની ક્રિયા પોતે જ એક પ્રસંગ બની ગઈ છે. આજે લોકો માટે ખાણી પીણી એક પ્રકારનું મનોરંજન બની ગયું છે," એવું ઇમ્પ્રેસારિયો એન્ટરટેઇન્મેન્ટ એન્ડ હોસ્પિટાલિટીના રિયાઝ અમલાનીએ જણાવ્યું હતું.

ખાણી પીણીનું બજાર દેશમાં આ ક્ષેત્રના ઊભરી રહેલા અને વર્તમાન ખેલાડીઓને પોતાનો ફેલાવો વિસ્તારવા માટે પ્રેરી રહ્યું છે, તો બીજી બાજુ યુરોપ અને અમેરિકાની કેટલીક બ્રાન્ડ્સ પણ ભારતમાં પ્રવેશવાની યોજના ઘડી રહી છે. લંડનની કંપની પિન્ગ પોન્ગ આગામી મહિને મુંબઈમાં પોતાની હોટલ શરૃ કરી રહી છે, જ્યારે અન્ય આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ જેમકે નોબુ, કાર્લુસિયસ અને ઝુમા ભારતમાં કારોબાર કરવા માટેની વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત છે. ભારત એ એશિયા પેસિફિક પ્રદેશનું બીજા ક્રમનું સૌથી વિશાળ ફૂડ સર્વિસિઝ માર્કેટ છે. ખાનપાન ઉદ્યોગના 510 બિલિયન ડોલરના કદ સાથે ચીન ભારત કરતાં ઘણું આગળ છે.

English summary
Size of the Indian food and beverages industry is 48 billion dollars
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X