For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગામડામાં શરૂ કરો આ પાંચ બિઝનેસ, થશો લાખોનો ફાયદો

જ્યારે ગામડાને અને વેપારને એક સાથે જોઈએ તો, પહેલો વિચાર એવો જ આવે કે જો ગામડામાં બિઝનેસ થઈ શક્તો હોત, તો લોકો શહેરમાં કેમ આવે ?

|
Google Oneindia Gujarati News

જ્યારે ગામડાને અને વેપારને એક સાથે જોઈએ તો, પહેલો વિચાર એવો જ આવે કે જો ગામડામાં બિઝનેસ થઈ શક્તો હોત, તો લોકો શહેરમાં કેમ આવે ? જો કે ભૂતકાળમાં આ પ્રકારની વાત સાચી હતી, પરંતુ હાલના બદલાતા સમયમાં ગામડામાં વેપાર કરવામાં નુક્સાન નથી. કેટલીક વાર એવું પણ બને છે કે લોકો ગામડામાં નાની દુકાને ખોલે અને તેમાં ફાયદો ન થાય તો નિરાશ થઈને શહેરમાં કોઈ નાની મોટી નોકરી શોધી લે. પરંતુ હવે તમે આધુનિક માધ્યમોની મદદથી ગામમાં પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો, એટલું જ નહીં નફો પણ મેળવી શકો છો. અમે તમને કેટલાક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીશું જેના દ્વારા તમે ગામડામાં સમય પણ વીતાવી શક્શો, સાથે સાથે કમાણી પણ થશે.

કરો કેળાની ખેતી

કરો કેળાની ખેતી

ગામડામાં ખેતી એ કમાણીનો ઉત્તમ રસ્તો છે. હાલ ભારતમાં મોટાભાગના ખેડૂતો પારંપરિક રીતે જ ખેતી કરે છે. મોટે ભાગે અનાજ, ઘઉં, દાળ અને શેરડીની ખેતી થાય છે. પરંતુ તમે કેળાની ખેતી કરીને કમાણી કરી શકો છો, કારણ કે આ ફાયદાકારક છે. લગભગ એક-દોઢ વીઘા જમીનમાં કેળાના પાકથી તમને 3 લાખ રૂપિયા સુધીનો નફો થઈ શકે છે. કેળાની ખેતીમાં શરૂઆતમાં લગભગ 60 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડે છે, તેના એક વેલામાંથી તમને 250 રૂપિયા સુધીનો નફો થઈ શકે છે. દોઢ વીઘામાં લગભગ 1200 કેળા વેલા લાગી શકે છે. જેમાંથી તમે 3 લાખ સુધીની આવક મેળવી શકો છો. જો તમે ખર્ચના 60 હજાર રૂપિયા અને જંતુનાશક દવાઓનો 40 હજારનો ખર્ચ પણ ગણો તો પણ 2 લાખ રૂપિયા સુધીની આવક થઈ શકે છે.

એલોવેરાની ખેતીમાં પણ ફાયદો

એલોવેરાની ખેતીમાં પણ ફાયદો

કેળાની જેમ જ તમે એલોવેરાની ખેતી પણ કરી શકો છો. એલોવેરા એક પ્રકારનો છોડ છે, જેના પાંદડામાં જેલી જેવો પદાર્થ હોય છે. એલોવેરાનો રસ ચામડી માટે ઉપયોગી છે, એટલે મોટી મોટી કંપનીઓ તેના રસમાંથી જેલ બનાવીને વેચે છે. એટલે એલોવેરાનું માર્કેટ ખૂબ જ મોટુ છે. ફક્ત ભારતમાં જ નહીં વિદેશોમાં પણ એલોવેરાના જેલની ખૂબ ડિમાન્ડ છે. એલોવેરાની ખેતી માટે તમારે શરૂઆતમાં 50 હજારથી 1 લાખ સુધીનું રોકાણ કરવું પડશે.

આવી રીતે કરો એલોવેરાની ખેતી

આવી રીતે કરો એલોવેરાની ખેતી

તમને જણાવી દઈએ કે એલોવેરાના છોડ એક વાર વાવ્યા બાદ લગભગ 3થી 5 વર્ષ સુધી ટકી રહે છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ મુજબ એલોવેરાની ખેતી માટે એક હેક્ટરમાં વાવણીનો ખર્ચ લગભગ 30 હજાર રૂપિયા જેટલો થાય છે અને મજૂરીના 30-40 હજાર જોડો તો 60-70 હજારના રોકાણમાં તેની ખેતી શરૂ થઈ શકે છે. એલોવેરા તૈયાર થયા બાદ તેનો સારો બજાર ભાવ મળે છે. એક કિલો એલોવેરાની કિંમત 8થી 9 રૂપિયા જેટલી થાય છે. એક વીઘા જમીનમાં લગભગ 2500 છોડ વાવી શકાય છે. એટલે કે તમે દર છ મહિને 40 હજાર રૂપિયા જેટલી કમાણી કરી શકો છો.

પપૈયાની ખેતી

પપૈયાની ખેતી

જો તમારી પાસે 2 વીઘા જેટલી જમીન છે, તો પપૈયાની ખેતી પણ સારો રસ્તો છે. જો કે પપૈયાની જાત નક્કી કર્યા બાદ તેની ખેતી શરૂ કરો. ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર પૂસાએ પૂસા ડિલિશિયસ, પૂસા મેજેસ્ટી, પૂસા જાયંટ, પૂસા નન્ના અને પૂસા ડ્વાર્ક આ પાંચ જાત નક્કી કરી છે. જેમાંથી ખેતી માટે પૂસા ડ્વાર્ક સૌથી સારુ મનાય છે, આ છોડ 4 સેન્ટીમીટરની લંબાઈથી જ પપૈયા આપવા શરૂ કરી દે છે. સાથે જ તેમાં ગીચતાથી પપૈયા લાગે છે. એક અનુમાન મુજબ પપૈયાની ખેતીમાં એક એકર ખેતરમાં 18થી 20 રૂપિયા સુધીની આવક થઈ શકે છે. તેના માટે તમે પૂસા કેન્દ્રથી વધુ માહિતી મેળવી શકો છો.

ફૂલોની ખેતી કરો અને જબરજસ્ત નફો મેળવો

ફૂલોની ખેતી કરો અને જબરજસ્ત નફો મેળવો

ગામડામાં ફૂલનો બિઝનેસ પણ લાભદાયી બની શકે છે. ફૂલોમાં ગણતરીની વેરાયટી હોય છે, જેનો બુકે બનાવવામાં કે સજાવટમાં ઉપયોગ થાય છે. આ વેરાયટી જાણીને તમે એવી જગ્યા શોધો જ્યાં ફૂલોની ખેતી થાય છે. પછી એક બજેટ નક્કી કરી ખેડૂતો પાસેથી ફૂલ ખરીદી લો અને તમારી દુકાન શહેરના એ વિસ્તારમાં ખોલો જ્યાં હરિફાઈ ઓછી હોય, અને બજાર મોટુ હોય. ફૂલોનો વેપાર શરૂ કરવા માટે 15થી 20 હજાર સુધીનું રોકાણ જરૂરી છે.

બજારમાં છે ફેન્સી ફૂલની માગ

બજારમાં છે ફેન્સી ફૂલની માગ

તમે ઈચ્છો તો આ બિઝનેસ મોટા પાયે પણ કરી શકો છો. એક સામાન્ય જગ્યાએ આ બિઝનેસ વધુમાં વધુ 20 હજારના રોકાણમાં શરૂ થઈ શકે છે. આ બિઝનેસમાં નફો ઝડપથી થાય છે. તમે ફૂલ બજારથી જથ્થાબંધ ભાવે ફૂલ ખરીદીને તેના હાર, બુકે બનાવીને વેચો તો લગભગ બમણો નફો થશે. જો તમે ફૂલને સજાવવા પાછલ 1000 રૂપિયા ખર્ચો છો, તો તમને ફૂલોનો હાર બનાવીને વેચવા પર 2500થી 3000નો લાભ થશે. તમારો બિઝનેસ જેટલો વધુ ચાલશે, તેટલો વધુ લાભ થશે.

કરો એડવાન્સ ખેતી

કરો એડવાન્સ ખેતી

ગામડામાં વેપારની મર્યાદા હોય છે. એટલે તમામ લોકોનું ધ્યાન ખેતી સાથે જોડાયેલા વેપારમાં જ હોય છે. આજે કેટલાક એવા ખેડૂતો પણ છે જે બિનપરંપરાગત રીતે ખેતી કરીને નફો મેળવે છે. તેમના માટે ખેતી દ્વારા કમાણીના તમામ વિકલ્પ તૈયાર છે. કેટલીકવાર એવું પણ થાય છે કે ગામડાના ખેડૂત પાસે જમીન ન હોય, તે બીજાની જમીન પર ખેતી કરીને ગુજારો કરે છે. આવા ખેડૂત એડવાન્સ ખેતી કરીને વધુ કમાણી કરી શકે છે. ધારો કે કોઈ ખેડૂત પાસે જમીન નથી, અને તે બીજાની 2થી 4 વીઘા જમીનમાં ખેતી કરે છે, તો તે અડધો પાક જમીન માલિકને આપશે અને અડધો પોતે રાખશે. તેમાં ખેડૂતને ખાસ ફાયદો થતો નથી. તેના બદલે જો 2 વીઘા જમીનમાં ખેડૂત અનાજનું ઉત્પાદન કરે અને બાકીની જગ્યામાં એલોવેરા, કેળા કે શાકભાજીની ખેતી કરે તો તેનો નફો વધી શકે છે.

ગામડામાં કમાણી માટે નાના બિઝનેસનો વિકલ્પ

ગામડામાં કમાણી માટે નાના બિઝનેસનો વિકલ્પ

ખેતી ઉપરાંત તમે ગામડામાં કેટલાક નાના બિઝનેસ પણ શરૂ કરી શકો છો. જો કે તમારે એ ધ્યાન રાખવું પડશે કે જે ચીજવસ્તુઓ તમે ગામના લોકોને વેચવા ઈચ્છો છો, તેના ભાવ વ્યાજબી હોય. તમે શહેરના ભાવે ગામડામાં માલનું વેચાણ નહી કરી શકો. ગામડામાં તમે મોમોઝ કે આઉમિનનો બિઝનેસ ચલાવી શકો છો. સામાન્ય રીતે આ વસ્તુઓ ગામડામાં નથી વેચાતી. એટલે તમે ઓછા ભાવે તેનો વેપાર શરૂ કરી શકો છો. બસ એવી જગ્યા પસંદ કરો જ્યાં બાળકો અને યુવાનોની અવરજવર હોય.

English summary
Small Business Ideas For Small Town and Villages
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X