For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમૂલ સાથે કરો બિઝનેસ, દર મહિને મળશે 5 થી 10 લાખ રૂપિયા

જો તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સોનેરી તક છે. જી હાં, ડેરી ઉત્પાદનોની પ્રસિદ્ધ કંપની અમૂલ સાથે તમને બિઝનેસ કરવાની તક મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

જો તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ સોનેરી તક છે. જી હાં, ડેરી ઉત્પાદનોની પ્રસિદ્ધ કંપની અમૂલ સાથે તમને બિઝનેસ કરવાની તક મળી શકે છે. અમૂલ સાથે બિઝનેસ કરી ને તમે દર મહિને 5થી 10 લાખ રૂપિયા આસાનીથી કમાઈ શકો છો. આ માટે તમારે લેવી પડશે અમૂલની ફ્રેન્ચાઈઝી, આ કંપનીની ફ્રેન્ચાઈઝી લેવી ખૂબ જ આસાન છે. ફ્રેન્ચાઈઝી લેવામાં પણ વધુ ખર્ચ કવરો પડતો નથી. અને તમે 2 થી 6 લાખ રૂપિયાના ખર્ચમાં જ સારો નફો મેળવી શકો છો.

તો ચાલો આ બિઝનેસ વિશે થોડું વિસ્તારથી જાણીએ.

બે રીતની છે ફ્રેન્ચાઈઝી

બે રીતની છે ફ્રેન્ચાઈઝી

તમને જણાવી દઈએ કે અમૂલ બે પ્રકારની ફ્રેન્ચાઈઝી આપે છે. જો તમે અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર કરે પછી અમૂલ કાયોસ્કની ફ્રેન્ચાઈઝી લેવા ઈચ્છો છો, તો તેમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.તેમાં નોન રિફંડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે 2 હજાર, રિનોવેશન માટે 1 લાખ, ઈક્વિપમેન્ટ માટે 7 હજારનો ખર્ચ થાય છે.

અમૂલ આઈસક્રીમ સ્કૂપિંગ પાર્લર માટે 5 લાખનું રોકાણ

અમૂલ આઈસક્રીમ સ્કૂપિંગ પાર્લર માટે 5 લાખનું રોકાણ

જો તમે અમૂલ આઈસક્રીમ સ્કૂપિંગ પાર્લર ચલાવવા ઈચ્છો છો, અને તેની ફ્રેન્ચાઈઝી લેવાનું આયોજન છે, તો રોકાણ થોડું વધુ કરવું પડશે. આ ફ્રેન્ચાઈઝી લેવા માટે તમારે લગભગ 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તેમાં બ્રાન્ડ સિક્યોરિટીના 50 હજાર, રિનોવેશનના 4 લાખ, ઈક્વિપમેન્ટના 1.50 લાખનો ખર્ચ સામેલ છે.

જગ્યા પર નિર્ભર છે આવક

જગ્યા પર નિર્ભર છે આવક

અમૂલ ફ્રેન્ચાઈઝી દ્વારા તમે દર મહિને લગભગ 5થી 10 લાખની આવક થઈ શકે છે. જો કે આ આવક તમારી શોપની જગ્યા પર નિર્ભર છે. અમૂલ આઉટલેટ લેવા પર કંપની અમૂલ પ્રોડક્ટ્સની એમઆરપી કમિશન આપે છે. તેમાં એક મિલ્ક પાઉટ પર 2.5 ટકા, મિલ્ક પ્રોડક્ટ્સ પર 10 ટકા, આઈસક્રીમ પર 20 ટકા કમિશન મળે છે.

અમૂલની અન્ય ફ્રેન્ચાઈઝી પર આટલું કમિશન

અમૂલની અન્ય ફ્રેન્ચાઈઝી પર આટલું કમિશન

આ ઉપરાંત અમૂલ આઈસક્રીમ સ્કૂપિંગ પાર્લની ફ્રેન્ચાઈઝી લેવા પર રેસિપી બેઝ્ડ આઈસક્રીમ, શેક, પિઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50 ટકા કમિશન મળે છે. તો પ્રિ પેક્ડ આઈસક્રીમ પર 20 ટકા અને અમૂલ પ્રોડક્ટ્સ પર કંપની 10 ટકા કમિશન આપે છે.

ફેન્ચાઈઝી લેવાની શરતો

ફેન્ચાઈઝી લેવાની શરતો

અમૂલની ફ્રેન્ચાઈઝી લેવા માટેની શરત એ છે કે તમારી પાસે 150 સ્કેવર ફૂટ જગ્યા હોવી જોઈએ. તો જ કંપની તમને ફ્રેન્ચાઈઝી આપશે. તો અમૂલ આઈસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઈઝી માટે ઓછામાં ઓછી 300 સ્ક્વેર ફૂટ જગ્યા હોવી જોઈએ. જો ઓછી જગ્યા છે તો ફ્રેન્ચાઈઝી નહીં મળે.

ફ્રેન્ચાઈઝી માટે આ રીતે કરો અરજી

ફ્રેન્ચાઈઝી માટે આ રીતે કરો અરજી

જો તમારે ફ્રેન્ચાઈઝી લેવી છે તો તમને કંપની તરફી ઈક્વિપમેન્ટ અ બ્રાંડિગ પર સબસિડી અપાવવામાં આવશે. તો ફ્રેન્ચાઈઝી ખોલતા સમયે આર્થિક ડિસ્કાઉન્ટ તરીકે મદદ પણ મળશે. અને ટ્રેનિંગ પણ.

English summary
start business with amul and earn rs 5 to rs 10 lakh every month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X