Stock Market Holidays : ઓક્ટોબરમાં કેટલા દિવસ શેર બજાર બંધ રહેશે?
Stock Market Holidays : જો તમે ભારતીય શેર બજાર (Indian Stock Market) માં રોકાણકાર (Investor) છો તો તમારા માટે આ જાણવું જરૂરી છે કે આગામી મહિને એટલે કે ઓક્ટોબર ૨૦૨૫ માં માર્કેટ કેટલાક દિવસો માટે બંધ (Market Closed) રહેશે.
આ દિવસો દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર કોઈ સામાન્ય ટ્રેડિંગ (Normal Trading) થશે નહીં.

ઓક્ટોબર મહિનામાં ભારતીય શેર બજારોમાં કેટલીક મહત્વની રજાઓ છે, જેના કારણે નિયમિત કારોબાર બંધ રહેશે. મહિનાની શરૂઆતમાં ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ અને દશેરાના સંયુક્ત તહેવારના કારણે બજારમાં કોઈ કારોબાર થશે નહીં.
ત્યારબાદ ૨૧ અને ૨૨ ઓક્ટોબરના રોજ દિવાળી (Diwali), લક્ષ્મી પૂજન અને બલિપ્રતિપદા સંબંધિત તહેવારોને કારણે પણ શેર બજાર બંધ રહેશે.
જો કે, આ જ દિવસે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ થશે. દિવાળીના દિવસે બજાર બંધ હોવા છતાં રોકાણકારો માટે ૨૧ ઓક્ટોબરના રોજ એક કલાકનું વિશેષ ટ્રેડિંગ સેશન રાખવામાં આવ્યું છે.
મુહૂર્ત ટ્રેડિંગ ભારતીય માન્યતાઓ અનુસાર નવા હિંદુ કેલેન્ડર વર્ષની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ટ્રેડિંગ કરવું શુભ માનવામાં આવે છે, જેનાથી રોકાણકારોને આખા વર્ષ દરમિયાન લાભ અને આર્થિક ફાયદો થવાની માન્યતા છે.
BSE અને NSE દ્વારા આ વિશેષ ટ્રેડિંગ સેશન ૨૧ ઓક્ટોબરના રોજ બપોરે ૧:૪૫ વાગ્યાથી ૨:૪૫ વાગ્યા સુધી રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગયા વર્ષે મુહૂર્ત ટ્રેડિંગનો સમય સાંજે ૬ વાગ્યાથી ૭ વાગ્યાની વચ્ચે હતો. ઓક્ટોબર ઉપરાંત વર્ષના અંત સુધીમાં ૫ નવેમ્બરના રોજ પ્રકાશ ગુરુ પર્વ અને ૨૫ ડિસેમ્બરના રોજ ક્રિસમસના કારણે પણ બજારોમાં રજા રહેશે.












Click it and Unblock the Notifications
