Stock Market: શેર બજાર રેકૉર્ડ ઉંચાઈએ, 525 પોઈન્ટના ઉછાળા સાથે સેંસેક્સ પહેલી વાર 52,000ને પાર
ઘરેલુ શેર બજારમાં આજે સોમવાર(15 ફેબ્રુઆરી)એ શાનદાર ઉછાળો જોવા મળ્યો છે.
Stock Market Update: ઘરેલુ શેર બજારમાં આજે સોમવાર(15 ફેબ્રુઆરી)એ શાનદાર ઉછાળો જોવા મળ્યો છે. સેંસેક્સ અને નિફ્ટી બંને ઈંડેક્સ પોતાના રેકૉર્ડ હાઈ પર પહોંચ્યા છે. સેંસેક્સે આજે પહેલી વાર 52 હજારનો રેકૉર્ડ બ્રેક કર્યો છે. વળી, નિફ્ટી પણ 15300ની નજીક છે. લેટેસ્ટ અપડેટ મુજબ બીએસઈ સેંસેક્સ 524.61 પોઈન્ટ વધીને હાલમાં 52,068.91 પોઈન્ટ પર છે. વળી, નિફ્ટી 138.80 પોઈન્ટ ઉપર, વર્તમાનમાં 15,302.10 પર છે.

ફાઈનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા મુજબ આજના કારોબારમાં બેંક અને ફાઈનાન્સિયલ શેરોમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. વળી, આઈટી શેરોમાં આજે દબાણમાં છે પરંતુ અન્ય સેક્ટર્સની ગતિ ઠીક છે. આજના શરૂઆતના કારોબારમાં લગભગ 1086 શેર ચઢ્યા છે અને 376 શેરમાં કડાકો થયો છે. 75 શેરોમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
કારોબારમાં સેંસેક્સ 30માંથી 24 શેરોમાં વધારો જોવા મળ્યો છે. ઈંડસઈંડ બેંકમાં 3%, ICICI, HDFC, SBI, કોટક, ભારતી એરટેલ, એક્સિસ બેંક, બજાજ ફાઈનાન્સ આજના ટૉપ ગેનર્સ શેર છે. વળી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સનફાર્મા, એચસીએલ ટેક સહિત ટૉપ લુઝર્સમાં છે.












Click it and Unblock the Notifications
