શેર બજાર: સેન્સેક્સે 800 પોઇન્ટની લાંબી છલાંગ લગાવી

સોમવારે શરૂઆતી કારોબારમાં શેરબજારમાં તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ સેન્સેટીવ ઈન્ડેક્સ આજે 800 પોઇન્ટ વધીને 37,500.85 સપાટીએ પહોંચ્યો છે.

સોમવારે શરૂઆતી કારોબારમાં શેરબજારમાં તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ સેન્સેટીવ ઈન્ડેક્સ આજે 800 પોઇન્ટ વધીને 37,500.85 સપાટીએ પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી 224 પોઇન્ટ વધીને 11,053.65 ના સ્તરે પહોંચી છે. શુક્રવારે સેન્સેક્સ 228.23 અંક વધીને 36,701.16 ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે શેર બજારે બધાને લ્હાણી કરાવી છે.

stock market

એફપીઆઈને રાહત આપવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે સરકારે લીધેલા પગલાથી રોકાણકારો ઉત્સાહિત છે. બેન્કિંગ શેરમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો. બીએસઈ સેન્સેક્સ 800 અંકથી 37500 નો આંકડો પાર કરી ગયો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કરેલી ઘોષણા પછી શેર બજારમાં તેજી આવે તેવી સંભાવના છે.

નાણામંત્રી નિર્મલા સીતારમને જાહેર ક્ષેત્રની બેંકોને 70 હજાર કરોડ અને હોમ લોન કંપનીઓને 20 હજાર કરોડના વધારાના નાણાંનું વચન આપ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકાનો વધારો થવાનો અંદાજ છે. સોમવારે બેન્કિંગ ક્ષેત્રના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.

તે જ સમયે, ડોલર સામે રૂપિયો ફરી શરૂઆતી વેપારમાં નબળો જોવા મળી રહ્યો છે. આજે ફરી એક વાર રૂપિયો 32 પૈસા તૂટીને 71.98 ના સ્તરે પ્રતિ ડોલર ખુલ્યો છે. હાલમાં તે 71.95 પર છે. અગાઉના સત્રમાં ડોલર સામે રૂપિયો 71.66 ની સપાટીએ બંધ રહ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X