Stock Market Today : ભારતીય શેરબજારમાં ફરીથી તેજીનો માહોલ, આ ફેક્ટર્સે બજારને બુસ્ટ કર્યુ
Stock Market Today : ટેરિફને લઈને ડોનાલ્ડ ટ્રમ્પના પાછા પગલાની અસર દુનિયાભરના શેરબજાર માટે રાહત આપનારી રહી છે.
આ જ કારણે શુક્રવારે ભારતીય શેરબજારમાં એક નવી ઊર્જા જોવા મળી. બજારમાં તેજીએ રોકાણકારોને થોડી રાહત આપી છે. જો કે શેરબજારની તેજી પાછળ ઘણા કારણો જવાબદાર છે.

રૂપિયો થયો મજબૂત
અમેરીકી ડોલર સામે ભારતીય રૂપિયાએ આજે મજબૂત શરૂઆત કરી છે. ગુરુવારે રૂપિયો જ્યાં 86.69ના સ્તરે બંધ થયો હતો ત્યાં આજે તે 51 પૈસાની તેજી સાથે 86.18ના સ્તરે ખુલ્યો. આ મજબૂત શરૂઆત શેરબજાર માટે સકારાત્મક સંકેત બની.
અમેરિકી ટેરિફમાં 90 દિવસની રાહત
શેરબજારમાં એક મોટું પોઝિટિ એ છે કે અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને ભારત પર લાગુ કરવાના નિર્ણયને 9 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધિત ચર્ચાઓ માટે અવકાશ મળશે. બજાર માને છે કે આ વાતચીતમાંથી સકારાત્મક પરિણામ આવી શકે છે.
દ્વિપક્ષીય વેપાર કરાર અંગે ચર્ચા
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર (Bilateral Trade Agreement)ને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. રોકાણકારોને આશા છે કે આ ચર્ચા મજબૂત સમજૂતી તરફ જઈ શકે છે, જે ભારત માટે ફાયદાકારક બની શકે છે.
ચીન અને હૉંગકોંગ પર ટેરિફ, ભારતને ફાયદો
જ્યાં ભારતને ટેરિફમાંથી મુક્તિ મળી છે ત્યાં ચીન, હૉંગકોંગ અને મકાઉ પર આ ટેરિફ લાગુ રહેશે. એટલે કે વૈશ્વિક વેપારના સંદર્ભમાં ભારતને તુલનાત્મક ફાયદો મળી શકે છે, જેના કારણે ભારતીય માર્કેટ વધુ આકર્ષક બનશે.
વૈશ્વિક બજારોમાંથી સારા સંકેત
એશિયન બજારોએ પગઈકાલે તીવ્ર તેજી દર્શાવી હતી. ખાસ કરીને જાપાનનો Nikkei સૂચકાંક 9%થી વધુ ઊછળ્યો હતો. આવા વૈશ્વિક સંકેતો ભારતીય બજારને પણ આગળ ધપાવવાનું કામ કરે છે.
આજના દિવસે શેરબજાર માટે વાતાવરણ ઘણું સારું રહ્યું છે. રૂપિયાનું મજબૂત થવું, ટેરિફમાં રાહત અને વૈશ્વિક બજારોમાંથી મળતા સારા સંકેતોથી ભારતીય બજાર સકારાત્મક ટ્રેક પર ચાલી રહ્યું છે. જો આ ટ્રેન્ડ જળવાઈ રહે તો રોકાણકારોને આગામી દિવસોમાં વધુ નફો મળી શકે છે.












Click it and Unblock the Notifications
