બજેટ 2017: બજેટ રજૂ થયા બાદ શેર બજાર ઊંચકાયું

Posted By:
Subscribe to Oneindia News

નાણાં પ્રધાન અરુણ જેટલીએ આજે યુનિયન બજેટ 2017-18ને રજૂ કર્યું. ત્યારે બજેટ રજૂ થયા પછી સેન્સેક્સમાં 261 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. જે એક સારા સમાચાર છે. સામાન્ય રીતે બજેટ રજૂ થયા પછી તેની અસર તરત જ શેરબજાર પર જોવા મળતી હોય છે. અને તે વાત આ બજેટના રજૂ થયા પછી પણ જોવા મળી હતી. આજે સવારે સેન્સેક્સ 33.27 અંકથી શરૂ થયો હતો. બજેટ રજૂ થયા પછી સેન્સેક્સ 27,885,55 આવ્યો હતો.

Stock markets

અને પછી તેમાં 261 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ 53 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. એટલું જ નહીં સેક્ટર પ્રમાણે પણ જોવા જઇએ તો મોટા ભાગના શેર લાલ નિશાનમાં વેપાર કરતા હતા. નોંધનીય છે કે બજેટમાં રિયલ એસ્ટેટ અને બેકિંગ ક્ષેત્રે અનેક જાહેરાતો કરી છે. જેને બજારે આવકારી છે. જાણકારો પણ બજેટને આવકાર્યું છે. જેની સાફ અસર શેર બજાર પર જોવા મળી રહી છે. ત્યારે હાલ તો બજેટ પર વિવિધ વિશ્લેષણ થઇ રહ્યા છે. પણ શરૂઆતી જુવાળમાં જાણકારો દ્વારા સામાન્ય બજેટ 2017ને આવકારવામાં આવ્યું છે.

English summary
Stock markets gives a resounding thumbs-up to Union Finance Minister Arun Jaitley's Budget 2017.
Please Wait while comments are loading...