તમારા કામની ખબર: દેશભરની બેંકો કાલે જશે હડતાલ પર

Posted By:
Subscribe to Oneindia News

જો બેંકિગને લગતું તમારું કોઇ પણ કામ બાકી હોય તો તેને આજે જ પૂર્ણ કરી લેજો કારણ કે મંગળવારે એટલે કે 22 ઓગસ્ટ 2017ના દિવસે દેશભરના 10 લાખ બેંક કર્મચારીઓ હડતાલ પર જવાના છે. આ કર્મચારીઓ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યુએફબીયૂ)ના બેનર હેઠળ હડતાલ પર જવાના છે. સરકારની તરફથી બેંકોનું એકીકરણ અને અન્ય કેટલીક માંગણીઓને લઇને UFBUએ 22 ઓગસ્ટ 2017ના રોજ હડતાલ પર જવાની જાહેરાત કરી છે. આ સંગઠને વધુમાં જણાવ્યું છે કે જો તેમની માંગણી નહીં માનવામાં આવે તો તે આગળ પણ હડતાલ ચાલુ રાખશે.

Strike in banks

જો કે સંભાવના છે કે પ્રાઇવેટ બેંકો આ દિવસે સામાન્ય રૂપે કામ કરશે. HDFC, Axis બેંક, કોટક મહિન્દ્રા, ICIC બેંક સામાન્ય રૂપે આ દિવસે કાર્યરત રહેવાની છે. UFBUનો દાવો છે કે તેમના સદસ્યોની સંખ્યા 10 લાખ છે. જેમાં 9 અન્ય યુનિયન જેવા કે ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોઇઝ એસોશિયેશન અને નેશનલ આર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ જેવા સંગઠનો જોડાયેલા છે. આ હડતાલ કરનાર યુનિયનની માંગણી છે કે બેંકિગ ક્ષેત્રનું ખાનીકરણ ના કરવામાં આવે. સાથે જે લોકો જાણીજોઇને દેવું નથી ચૂકવી રહ્યા તેમને અપરાધિક જાહેર કરવાની માંગણી આ યુનિયન દ્વારા કરવામાં આવી છે.

English summary
Strike in banks on 22 august, Top things to know

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.