For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવસભરની તેજી બાદ સેન્સેક્સ - નિફ્ટી સર્વોચ્ચ સપાટીએ બંધ

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 2 જુલાઇ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાણાકીય બજેટની સકારાત્મક આશા પર આજે આખો દિવસ શેર બજારમાં તેજીનો તરખાટ જોવા મળ્યો હતો. આજે બપોર પછી બજારમાં ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. ભારે લેવાલીને પગલે શેરબજારના બે મુખ્ય સૂચકઆંક સેન્સેક્સ અને નિફ્ટીએ નવી રેકૉર્ડ હાઇ સપાટી બનાવી હતી. આજે બંને સૂચકઆંક તેની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા છે.

આજે બપોરે 2:37 વાગ્યે, સેન્સેક્સ 312 અંક વધીને 25831.9 અને નિફ્ટી 86 અંક વધીને 7720.3 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં 0.8-1% વધ્યા હતા.

bse-sensex

ત્યાર બાદ માર્કેટમાં લેવાલી વધવાને પગલે BSE સેન્સેક્સ ઉપરમાં 25864.53 અને નીચામાં 25660.16 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 324.86 પોઈન્ટ ઉછળીને 25841.21 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,732.40 અને 7,677.30 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 85.15 પોઈન્ટ વધીને 7,719.85 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે મેટલ શેરમાં 2%નો ઉછળો જોવા મળ્યો છે. હેલ્થકેર, પાવર, કેપિટલ ગુડ્ઝ, ઑટો, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, બેન્ક, એફએમસીજી, રિયલ્ટી શેર 1.5-1% વધ્યા છે. ઑયલ એન્ડ ગેસ શેર 0.75% મજબૂત છે. ટેકનીકલ શેરોમાં થોડો વધારો છે. આઈટી શેર સુસ્ત છે.

અમેરિકી ડૉલરના મુકાબલે રૂપિયામાં સારી મજબૂતી આવી છે અને રૂપિયો 60 ની નીચે પહોંચ્યો છે. રૂપિયો 59.64 ના સ્તર સુધી વધ્યો હતો. હાલમાં રૂપિયો 59.73 ના સ્તર પર છે.

English summary
Strong rally in stock market ahead of Narendra Modi budget
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X