સહારાના સુબ્રતો રોયની થશે ધરપકડ, સુપ્રીમે કાઢ્યું વોરંટ
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરીઃ આજે સહારા ગ્રુપના પ્રમુખ સુબ્રતો રોય સહારાને સુપ્રીમ કોર્ટમાં રજૂ થવાનું હતું, પરંતુ તેઓ ત્યાં પહોંચી શક્યા નહોતા. સહારાના ત્રણ નિદેશક અશોક ચૌધરી, વંદના ભાર્ગવ અને રવિશંકર દુબે જ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. તેવામાં સુપ્રીમ કોર્ટે સુબ્રતો રોય વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. જેના કારણે તેમને ગમે તે સમયે ધરપકડ થઇ શકે છે.

રોયના વકીલ રામ જેઠમલાણીએ કહ્યું કે, તેઓ ચુકવણી કરશે તથા તેમને કાલે કોર્ટમાં વ્યક્તિગત રીતે રજૂ થવાનો સમય આપવામાં આવ્યો છે, પરંતુ પીઠે કહ્યું હતુ કે રોયે તેમના આદેશોનું પાલન કર્યું નથી, તેથી તેમને બોલાવવામાં આવ્યા છે. કોર્ટે છેલ્લા દોઢ વર્ષ દરમિયાન સહારા સમૂહ દ્વારા તેમના આદેશોનું ઉલંઘન કરવામાં આવી રહ્યું હોવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આ સંપત્તિઓની સેબી હરાજી કરી શકે છે અને ઘન મેળવી શકે છે.












Click it and Unblock the Notifications
