For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'2000 રૂપિયાથી માંડીને અરબો સુધીની સુબ્રોતો રોયની સફર'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 એપ્રિલ: સહારા ગ્રુપના માલિક એક સમયે એટલા ગરીબ હતા કે તેમની પાસે ફક્ત વીસ રૂપિયા જ હતા. સુબ્રોતો રોય ભણવામાં એટલા હોશિયાર ન હતા કે તે ક્લાસમાં અવલ્લ નંબરે આવે, પરંતુ તેમની પત્ની જરૂર ટોપર રહી છે.

પરંતુ આજ-કાલ તેમના ગ્રહો સારા નથી. કેટલાક મહીનાઓથી સુબ્રોતો રોયનું સહારા ગ્રુપ સતત ચર્ચામાં રહ્યું છે. સુબ્રોતો રોયને ક્યારેક કોર્ટમાં સુનાવણી માટે જવું પડે છે તો ક્યારેક તેમના રોકાણકારોના 24000 કરોડને લઇને સેબીના દરબારમાં ગુનેગાર બનીને ઉભા રહેવું પડે છે. સુબ્રોતો રોય દેશ દસ શક્તિશાળી વ્યક્તિઓમાં સામેલ છે. ભારતીય રેલવે બાદ સૌથી વધુ કર્મચારી તેમની પાસે કામ કરે છે. સાંભળવા મળ્યું છે કે સુબ્રોતો રોય તેમને પોતાના કર્મચારી નહી પરંતુ તેમના પરિવારના સભ્ય સમજે છે.

subrato-roy

સુબ્રોતો રોય કેવી રીતે બન્યા બિઝનેસના માલિક

જ્યારે સહારા ઉપર રોકાણકારોના 24000 કરોડ હડપી લીધા હોવાનો આરોપ લાગ્યો તો લોકોને તે પ્રશ્ન મુંજવણમાં મુકવા લાગ્યો કે સુબ્રોતો રોય કેવી રીતે આટલા મોટા બિઝનેસના માલિક બન્યા. એક સમયે સુબ્રોતો રોય 20-20 ભેગાં કરીને પોતાના બિઝનેસને આગળ વધારી રહ્યાં હતા તેના લીધે આજે તે અરબોના માલિક બન્યાં છે.

સુબ્રોતો રોય સહારાનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના અરરિયા જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ સુધીર ચંદ્ર રોય અને માતાનું નામ છવિ રોય હતું. કલકત્તામાં શરૂઆતી શિક્ષા-દીક્ષા લીધા તેમને ગોરખપુરના એક સરકારી કોલેજમાંથી મિકેનિકલ એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો. રસપ્રદ વાત એ છે કે પોતાના પ્રથમ બિઝનેસની શરૂઆત ગોરખપુરથી કરી હતી.

સુબ્રતો રોય શરૂઆતથી ભણવામાં નબળા હતા. ભણવામાં તેમનું મન લાગતું ન હતું તેમને બિઝનેસમાં વધુ રસ હતો. એક નાના શહેરથી બિઝનેસની શરૂઆત કરનાર આ વ્યક્તિએ 34 વર્ષમાં દુનિયાભરમાં પોતાનો બિઝનેસ ફેલાવી દિધો. જ્યારે સુબ્રોતો રોય ઘરેથી નિકળ્યા હતા ત્યારે તેમની પાસે ફ્ક્ત 2000 રૂપિયા હતા, પરંતુ આજે તે 2 લાખ કરોડથી વધુ ગ્રુપના માલિક છે.

તમે વિચારતા હશો કે સુબ્રોતો રોયે આટલી સંપત્તિ કેવી કમાઇ. ગોરખપુરના એક નાના શહેરથી આટલા મોટા સ્થાને કેવી રીતે પહોંચી ગયા. કયા હેતુથી પોતાના સ્કૂલના મિત્રોને શોધી-શોધીને સુબ્રોતો રોય નોકરી પર રાખ્યા. તેમના મિત્રોના કારણે તે આજે આટલા મોટા બિઝનેસના માલિક બની શક્યાં છે.

English summary
Subrato Roy Sahara is an Indian businessman who was born on 10 June 1948 at Araria (40 km. north to Poornia, Bihar).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X