For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

12માં નપાસ યુવકે ગૂગલને પુછ્યુ અને બની ગયો કરોડપતિ

17 વર્ષની ઉંમરમાં મોટા ભાગના લોકો કોલેજમાં એડમિશન કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિશે વિચારે છે, પરંતુ હજારો, લાખોમાંથી કોઈ એક વ્યક્તિ 17 વર્ષની ઉંમરમાં પોતાનું સ્ટાર્ટઅપ લોન્ચ કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

17 વર્ષની ઉંમરમાં મોટા ભાગના લોકો કોલેજમાં એડમિશન કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વિશે વિચારે છે, પરંતુ હજારો, લાખોમાંથી કોઈ એક વ્યક્તિ 17 વર્ષની ઉંમરમાં પોતાનું સ્ટાર્ટઅપ લોન્ચ કરી શકે છે. જી હાં, આજે અમે વાત કરી રહ્યા છે દિલ્હીના 12મામાં ફેલ થયેલા ઋષભ લવાનિયાની. ઋષભ 12મામાં નપાસ થયો છે, પરંતુ હાલ તેની ખુદની કંપની WeeTracker છે, અને તે પોતાની કંપનીમાં MD અને CEO છે. હાલ ઋષભ 24 વર્ષનો છો. અને તેની ગણતરી કરોડપતિમાં થાય છે. જાણો કેવી રીતે નપાસ થવા છતાંય કેવી રીતે સફળ થયો ઋષભ.

આવી રીતે થઈ શરૂઆત

આવી રીતે થઈ શરૂઆત

પોતાના પિતાની જેમ ઋષભ પણ સિવિલ એન્જિનિયર બનવા ઈચ્છતો હતો, પરંતુ 12માં નપાસ થયા બાદ તેની આશા પર પાણી ફરી વળ્યું. ત્યારે ઋષભ રોજ ગૂગલ પર તપાસ કરતો હતો કે 12માં નપાસ થનાર વ્યક્તિ શું કરી શકે. આ જ દરમિયાન 17 વર્ષની ઉંમરમાં 2010માં તેણે પોતાનું પહેલું સ્ટાર્ટઅપ 'રેડ કાર્પેટ' શરૂ કર્યું. આ એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની હતી, જેણે દિલ્હી-NCR અને જયપુરમાં 70+ પ્રચાર, કાર્પોરેટ કાર્યક્રમોને યોગ્ય રીતે પૂરા કરવામાં મદદ કરી. આ જ શરૂઆતથી તેમને ટેક્નિકલ સ્ટાર્ટઅપમાં સામેલ થવાની પ્રેરણા મળી

2013માં શરૂ કર્યું પોતાનું બીજુ સ્ટાર્ટઅપ

2013માં શરૂ કર્યું પોતાનું બીજુ સ્ટાર્ટઅપ

માર્કેટની યોગ્ય સમજ મેળવી લીધા બાદ ઋષભે 2013માં JusGetIT શરૂ કર્યું. જે એક લોજિસ્ટિક સ્ટાર્ટઅપ છે. તમને જણાવી દીએ તે આ સ્ટાર્ટ અપ ત્યારે શરૂ થયું હતું જ્યારે બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ જેવી કંપની પોતાની શરૂઆત કરી રહી હતી. આ કંપની ગ્રોસરીનો સામાન ઘરે પહોંચાડતા હતા. આ લગભગ 6-7 મહિના સુધી ચાલ્યું જેમાં 30 વેપારીઓ અને દુકાનદારો ભાગીદાર હતા. આ સ્ટાર્ટઅપ ફેલ થવા પાછળ તેનું મોડેલ જવાબદાર હતું.

સૌથી મોટો પ્રોજેક્ટ

સૌથી મોટો પ્રોજેક્ટ

ઋષભે રોકાણકારો માટે ZDream Ventures ની પણ સ્થાપના કરી, અને સતત મહેનત બાદ ઋષભે WeeTracker મીડિયા કંપનીની શરૂઆત કરી. WeeTracker આફ્રિકી ટેક ઈકોસિસ્ટમને સમપ્રિત એક ગ્લોબલ ટેક્નિક મીડિયા છે. જેનો હેતુ છે લોકોને માહિતગાર, શિક્ષિત અને રોકાણ કરતા શીખવવું.

દક્ષિણ આફ્રિકામાં રહે છે ઋષભ

દક્ષિણ આફ્રિકામાં રહે છે ઋષભ

હાલ ઋષભ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં પોતાનો બિઝનેસ આગળ વધારી રહ્યા છે. અને તેની ગણના મોટા બિઝનેસમેનમાં થાય છે WeeTracker વિશે તેમનું કહેવું છે કે તેમની પાસે 25થી 30 પ્રિ સિરીઝ એ અને સિરીઝ એના આફ્રિકી બિઝનેસમેનની યાદી છે, જે બિઝનેસ સીખવા માટે ભારત આવવા ઈચ્છે છે. તેમનું કહેવું છે કે તેઓ ભારત, ચીન, અમેરિકા અને જાપાનમાં મેન્ટર, અને ઉપ્તાનદ મેનેજમેન્ટના નેટવર્ક બનાવવાની કોશિશ કરી રહ્યા છે

English summary
Success Story Of 12th Fail Rishabh Lawania
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X