For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વિસ બેંકોમાં ભારતીયોના જમામાં ભારે ઘટાડો થયો, જાણો આંકડા

ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓએ સ્વિટ્ઝરલેન્ડની બેન્કોમાં જમા ધન ગયા વર્ષે એટલે કે 2018 માં ,લગભગ 6 ટકાથી ઓછું થઈને 95.5 કરોડ સ્વિસ ફ્રેન્ક (6,757 કરોડ રૂપિયા) રહી ગયા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય વ્યક્તિઓ અને કંપનીઓએ સ્વિટ્ઝરલેન્ડની બેન્કોમાં જમા ધન ગયા વર્ષે એટલે કે 2018 માં ,લગભગ 6 ટકાથી ઓછું થઈને 95.5 કરોડ સ્વિસ ફ્રેન્ક (6,757 કરોડ રૂપિયા) રહી ગયા છે. છેલ્લા 20 વર્ષોમાં આ બીજુ સૌથી નીચું સ્તર છે. આ આંકડો સ્વિસ નેશનલ બેન્ક (એસએનબી) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. એસએનબીની માહિતી મુજબ, માત્ર ભારતીય થાપણો નથી ઘટી, પરંતુ સ્વિસ બેન્કોના તમામ વિદેશી ગ્રાહકોની કુલ થાપણોમાં પણ 4 ટકાનો ઘટાડો થયો છે, જે 1.40 લાખ કરોડ સ્વિસ ફ્રેન્ક (99 લાખ કરોડ રૂપિયા) રહી ગયો છે. જ્યૂરિખ સ્થિત સેન્ટ્રલ બેન્કિંગ ઓથોરિટી ઓફ સ્વિટ્ઝરલેન્ડ દર વર્ષે આ આંકડો રજૂ કરે છે. અગાઉ, બેન્ક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ (બીઆઇએસ)નું લોકેશન બેંકિંગ સ્ટેટિસ્ટિક્સ દ્વારા 2018 માં ડિપોઝિટમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આમાં બેંકો દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ

આમાં બેંકો દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ

એસએનબી દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, સ્વિટ્ઝરલેન્ડની બેંકોના ભારતીય ગ્રાહકોના કુલ દેણદારીઓનો આ આંકડો ભારતીય ગ્રાહકોની સ્વિસ બેંકોમાં કુલ થાપણોના ડેટામાંથી લેવામાં આવ્યો છે. આમાં વ્યક્તિગત રીતે જમા નાણાં, બેન્કો અને કંપનીઓના જમા પૈસાનો સમાવેશ થાય છે. આ આંકડાઓ નોન ડિપોઝિટની જવાબદારીઓ પણ શામેલ છે.

બ્લેક મનીના આંકડા અલગ નથી

બ્લેક મનીના આંકડા અલગ નથી

કેટલું બ્લેક મની છે અને તે કેટલું સ્વચ્છ છે તે સમજવું મુશ્કેલ છે. જો કે, આ એસએનબી ડેટામાં ડિપોઝિટ શામેલ નથી, જે ભારતીય પ્રવાસી દ્વારા સ્વિટ્ઝરલેન્ડની બેંકોમાં અન્ય દેશોના એકમોના સ્વરૂપમાં જમા કરાવ્યા છે.

2017 માં વધી હતી દેનદારી

2017 માં વધી હતી દેનદારી

2017 માં એસએનબી દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, ભારતીય ગ્રાહકો પ્રતિ સ્વિટ્ઝરલેન્ડની બેંકોની દેનદારી 50 ટકા વધી છે અને અને આ વધીને 1.01 અબજ સ્વિસ ફ્રેન્ક (રૂ. 7,000 કરોડ) થઇ હતી. જો કે તેમાં પહેલાના 3 વર્ષમાં સતત ઘટાડો થયો હતો. પાછળથી, 2018 માં આ રકમ ઘટીને 95.47 મિલિયન સ્વિસ ફ્રેન્ક રહી ગઈ હતી. આ પહેલા, 1995 માં આ આંકડો 72.3 કરોડ સ્વિસ ફ્રેન્ક રહ્યો હતો.

English summary
Swiss banks have dropped drastically in Indian deposits, know statistics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X