ફેસ્ટિવ સિઝન દરમિયાન લોન લેતા સમયે આટલું રાખો ધ્યાન

તહેવારની સિઝનમાં કંપનીઓ પોતાનું વેચાણ વધારવા માટે જાતભાતની માર્કેટિંગ ટ્રિક્સ અપનાવે છે. જેથી વધુમાં વધુ વેચાણ થાય.

તહેવારની સિઝનમાં કંપનીઓ પોતાનું વેચાણ વધારવા માટે જાતભાતની માર્કેટિંગ ટ્રિક્સ અપનાવે છે. જેથી વધુમાં વધુ વેચાણ થાય. આ સિઝનમાં ગેજેટ્સ, કાર, ઘર ખરીદવા પર પણ વિશેષ ઓફર તેમજ ભારે છૂટ મળે છે.

આ પણ વાંચો: સોનાના સિક્કા ખરીદતા પહેલા આટલું રાખો ધ્યાન

જો કે તહેવારની સીઝનની રાહ સામાન્ય લોકોની સાથે સાથે વેપારીઓ પણ જોતા હોય છે. આ સમય દરમિયાન લોકો નવો સામાન, ગાડી કે ઘર ખરીદવાનું શુભ માને છે. આ માટે લોન પણ લે છે. જો તમે પણ આવું કંઈક આયોજન કરી રહ્યા હો, લોન લેવાની યોજના બનાવી રહ્યા હો, તો આટલી વાતોનું ધ્યાન રાખો. કારણ કે સામાન્ય રીતે લોકો ઓફર્સ અને સેલના ચક્કરમાં બજેટ કરતા વધુ પૈસા વાપરી નાખે છે.

એક સાથે વધુ લોન ન લો

એક સાથે વધુ લોન ન લો

એ વાતનું ધ્યાન રાખો કે હંમેશા જરૂરિયાતથી વધુ રકમ ઉધાર ન લો. કેટલીકવાર લોન પર આકર્ષક ઓફર્સ મળતી હોય છે, આ જ ચક્કરમાં વધુ લોન લેવી પડે છે. એટલે પહેલા નક્કી કરો કે તમે સમયસર કેટલી લોન ચૂકવી શક્શો, પછી જરૂરિયાત જેટલી જ લોન લો. લોન માટે અરજી આપતા પહેલા તેના વિશે તપાસ કરી લો.

એલિજિબિલિટી જરૂર તપાસો

એલિજિબિલિટી જરૂર તપાસો

વ્યક્તિના ક્રેડિટ સ્કોર પ્રમાણે જ તેને લોન મળે છે. કેટલાક લોકો લોન માટે અરજી કરતા પહેલા પોતાની એલિજીબિલિટી નથી તો અને મોટી લોન માટે અરજી કરે છે. જેમાં અરજી રિજેક્ટ થવાની આશંકા રહે છે. આમ ન થાય તે માટે તમારી એલિજિબીલિટી જરૂર ચકાસો. આ કામ તમે ઘરે બેઠા પણ કરી શકો છો.

ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો 40-50 ટકાની વચ્ચે રાખો

ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો 40-50 ટકાની વચ્ચે રાખો

તહેવારના સિઝનમાં શોપિંગ માટે કેશ ટ્રાન્ઝેકશનની જગ્યાએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો. તેનાથી તમને ડિસ્કાઉન્ટ તો મળશે જ સાથે ક્રેડિટ સ્કોર પણ સુધરશે. જો કે ખાસ ધ્યાન રાખો કે તમારો ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો 40-50 ટકાની વચ્ચે રહે.

જો તમે આ લિમિટ પાર કરશો તો તમારો ક્રેડિટ સ્કોર ઘટવા લાગશે. જો તમને લાગે છે કે તમે લિમિટ પાર કરી શકો છો તો તમારી બેન્કમાં જઈને કાર્ડની લિમિટ વધારાવી લો.

વ્યાજ દર તપાસીને કરો અરજી

વ્યાજ દર તપાસીને કરો અરજી

લોન લેતા પહેલા તમામ લેન્ડર્સની સરખામણી કરો. જે જગ્યાએથી તમને ઓછા વ્યાજે લોન મળે, ત્યાં અપ્લાય કરો. સાથે જ લોન ટેન્યોર, પ્રોસેસિંગ ફીઝ, પ્રિપેમેન્ટ પેનલ્ટી વગેરેની પણ તુલના કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X