Tata Group નો મોટો ધમાકો, માર્કેટ કેપ 30 લાખ કરોડને પાર
ભારતની અગ્રણી કંપની ટાટાએ માર્કેટમાં મોટો ધમાકો કર્યો છે. ટાટાએ તેની માર્કેટ કેપને 30 લાખ કરોડે પહોંચાડીને ઇતિહાસ રચ્યો છે.
જણાવી દઈએ કે, ટાટા ગ્રુપની કુલ માર્કેટ કેપ હવે 30 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. ટાટા ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 30 લાખ કરોડને વટાવી ગયું છે.

ભારતની અગ્રણી IT સર્વિસ કંપની TCS એકલી તેમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. જણાવી દઈએ કે વર્ષ 2024ની શરૂઆતથી અત્યાર સુધી ટાટાના શેરમાં પણ વધારો જોવા મળ્યો છે.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરની વાત કરીએ તો તેમાં 9 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. આ સિવાય ટાટા મોટર્સના શેરમાં 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ટાટા પાવરના શેરમાં 18 ટકાનો ઉછાળો નોંધાયો છે.
આ સિવાય અન્ય ઘણા શેર પણ ઉછળ્યા છે. આ જ કારણ છે કે કંપનીની માર્કેટ મૂડીમાં પણ વધારો નોંધાયો છે અને હવે તે 30 લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક સ્તરને પાર કરી ગઈ છે.
જણાવી દઈએ કે ટાટા ગ્રુપની ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેરમાં આજે ઉછાળો જોવા મળ્યો અને તે 4135 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો.
TCSને આનાથી ઘણો ફાયદો થયો છે અને તેનું માર્કેટ કેપ 15 લાખ કરોડની ઉપર પહોંચી ગયું છે, TGS શેરોની તેજીનો ટાટા ગ્રૂપની એકંદર માર્કેટ કેપિટલાઇઝેશન વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે.
છેલ્લા કેટલાક દિવસોમાં TCSના શેરમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. આમાં લગભગ 4 ટકાનો ઉછાળો નોંધાયો. મીડિયા પર ઉપલબ્ધ માહિતી અનુસાર, નિફ્ટીના સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા શેરોની યાદીમાં TCSનો સ્ટોક પણ સામેલ છે.
ટાટા ગ્રુપની કુલ 24 કંપનીઓ માર્કેટ એક્સચેન્જ પર લિસ્ટ થઈ છે. તેમાંથી ટાટાને સૌથી વધુ ફાયદો TCSની શેરની તેજીથી થયો છે, જ્યારે ટાટા મોટર્સ અને ટાટા પાવરના શેરોએ પણ કંપનીના માર્કેટ કેપમાં વધારો કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે.












Click it and Unblock the Notifications
