For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટા મોટર્સે રજૂ કર્યું નેનોનું બાય ફ્યુઅલ વેરિયન્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ઓક્ટોબર : ઓટોમોબાઈલ્સ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ટાટા મોટર્સે તેની સ્મોલ કાર 'નેનો'ની નવી બાય ફ્યુઅલ આવૃત્તિ લોન્ચ કરી છે જેમાં પેટ્રોલ અને સીએનજી એમ ઈંધણના બંને વિકલ્પો ઉપલબ્ધ છે. આ કારની કિંમત રૂપિયા 2.40 લાખ અને રૂપિયા 2.65 લાખ વચ્ચેની (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.

'નેનો' સીએનજી ઈમેક્સમાં સીએનજી અને પેટ્રોલની બાય-ફ્યુઅલ સિસ્ટમ છે. સીએનજી કારની ઈમેક્સ સિરીઝમાં પાંચ બ્રાન્ડમાં આ પહેલી કાર છે. 'નેનો'ની આ નવી આવૃત્તિમાં એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ છે જેનાથી સીએનજી અને ગેસોલીન ફ્યુઅલ સિસ્ટમ વચ્ચે અદલાબદલી કરી શકાય છે.

tata-nano-bi-fual-cng

કંપનીનું કહેવું છે કે 'નેનો'ની આ નવી આવૃત્તિ દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્રના અમુક ભાગ તથા લખનઉમાં સીએનજી માર્કેટમાં ઉપલબ્ધ બનશે.

English summary
Tata Motors launches bi-fuel variant of Nano
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X