Tata Motors એ ઈલેક્ટ્રિક કારના ભાવમાં મોટો ઘટાડો કર્યો, ટાટા નેક્સન અને ટિયાગો માત્ર આટલા રૂપિયામાં મળશે
ભારતની અગ્રણી કાર ઉત્પાદક કંપનીએ ઈલેક્ટ્રિક કાર ખરીદવાની યોજના બનાવી રહેલા તેના ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. કંપનીએ ઈલેક્ટ્રિક કારના ભાવમાં ઘટાડો કર્યો છે.
ટાટા મોટર્સના ઇલેક્ટ્રિક વાહનોની જબરદસ્ત માંગ છે. આ કારણે ટાટા મોટર્સ હવે ભવિષ્યને ટાર્ગેટ કરીને તેના ઇલેક્ટ્રિક વાહન બજારને બનાવી રહી છે.

આ જ કારણ છે કે ટાટા મોટર્સે નેક્સોન અને ટિયાગો જેવા ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કારની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે.
અહેવાલો અનુસાર, ટાટાએ આ વાહનોની કિંમતમાં લગભગ 1.2 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે. કિંમતમાં આટલા મોટા ઘટાડાને કારણે આ વાહનોની ખરીદીમાં મોટો વધારો થઈ શકે છે, આનાથી ટાટાનું ઇલેક્ટ્રિક વાહન બજાર વધુ મજબૂત બનશે. કંપની પોતાની બેટરીની કિંમતમાં ઘટાડો કરીને ગ્રાહકોને લાભ આપવા માંગે છે.
જો ટાટાની સૌથી વધુ કિંમતવાળી કાર Nexonના ઇલેક્ટ્રિક વર્ઝનની વાત કરીએ તો આ મોડલની કિંમતમાં 1,20,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કિંમતમાં આટલા મોટા ઘટાડા બાદ આ કારની કિંમત 14.5 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જો કે, હાલમાં ટાટા પંચ ઇલેક્ટ્રિક વર્ઝનની કિંમતમાં કોઈ ઘટાડો થયો નથી.
આ સિવાય ટાટાની ટિયાગોના ઇલેક્ટ્રિક વર્ઝનની કિંમતમાં 70 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી તમને આ કાર માત્ર 7.99 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતમાં મળશે.
ટાટા દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય તેના ઇલેક્ટ્રિક વ્હિકલ માર્કેટને વધુ મજબૂત બનાવી શકે છે અને ટાટા મોટર્સને ભવિષ્યમાં પણ તેનો લાભ મળતો રહેશે.












Click it and Unblock the Notifications
