જન ધન ખાતાઓમાં જમા થયા આટલા લાખ કરોડ રૂપિયા, સરકારે કર્યો ખુલાસો
વડાપ્રધાન જન ધન યોજના વર્ષ 2014 માં શરૂ કરવામાં આવી હતી. આશરે 5 વર્ષ પછી, જન ધન યોજના હેઠળ ખોલાયેલ ખાતામાં જમા થતી રકમ 1 ટ્રિલિયન એટલે કે રૂ. 1 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે.
વડાપ્રધાન જન ધન યોજના વર્ષ 2014 માં શરૂ કરવામાં આવી હતી. આશરે 5 વર્ષ પછી, જન ધન યોજના હેઠળ ખોલાયેલ ખાતામાં જમા થતી રકમ 1 ટ્રિલિયન એટલે કે રૂ. 1 લાખ કરોડથી વધુ થઈ ગઈ છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 3 જુલાઈ સુધીમાં, જન ધન ખાતામાં 1,00,495.94 કરોડ રૂપિયા જમા હતા. સમગ્ર દેશમાં આ યોજના અંતર્ગત 36.06 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: હવે બેંક એકાઉન્ટ અને મોબાઇલ સિમ માટે આધાર કાર્ડ જરૂર નથી

જન ધન ખાતાઓમાં 1 લાખ કરોડથી વધુ રકમ જમા
જન ધન યોજના હેઠળ ખોલાવામાં આવતા બેંક એકાઉન્ટ્સની સંખ્યા સતત વધી રહી છે. અને આ એકાઉન્ટ્સમાં જમા રકમ પણ સતત વધી રહી છે. અગાઉ, 6 જૂને આ ખાતાઓ 99, 649.84 કરોડ રૂપિયામાં જમા હતા. 3 જુલાઇએ, આ એકાઉન્ટ્સમાં 1,00,495.94 કરોડ રૂપિયા હતા.

સતત વધી રહી છે જન ધન ખાતાઓમાં જમા રકમ
નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર, જન ધન ખાતાઓમાં જમા રકમમાં સતત વધારો થઇ રહ્યો છે. આંકડાઓ અનુસાર, જન ધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સની સંખ્યા માર્ચ 2018 માં 5.10 કરોડ અને માર્ચ 2019 માં 5.07 કરોડ થઇ ગઈ. આ ખાતાઓ માંથી 28.44 કરોડ ખાતાધારકોને રૂપી ડેબિટ કાર્ડ્સ જારી કરવામાં આવ્યા છે.

શું છે જન ધન ખાતાઓની ખાસિયત
વડાપ્રધાન જન ધન યોજના 28 ઑગસ્ટ, 2014 ના રોજ શરુ કરવામાં આવી હતી. આ ખાતા મૂળ બચત બેન્ક જમા ખાતા છે. ખાતાધારકોને રૂપી ડેબિટ કાર્ડ અને ઓવરડ્રાફટની સુવિધા મળે છે. આ ખાતામાં લઘુતમ રકમ રાખવાની કોઈ જરૂર નથી. આ ખાતાઓમાં, અકસ્માત વીમો એક લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે. જન ધન ખાતાઓમાં 50% ખાતાધારકો મહિલાઓ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ યોજનાનો ઉદ્દેશ સમાજના નબળા અને ન્યૂનતમ વયના જૂથને બેન્ક ખાતા સાથે પેન્શન, વીમા યોજના જેવી સુવિધા પૂરી પાડવી છે.












Click it and Unblock the Notifications
