For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI એ પર્શનલ લોનના નિયમોમાં આ મોટા ફેરફાર કર્યા

રિઝર્વ બેંકે બેંકોના લોનના નિયમોમાં ફેરફાર કર્યા છે. આરબીઆઈએ ડિરેક્ટર માટેની વ્યક્તિગત લોનની મર્યાદામાં વધારો કર્યો છે. આ નવા નિયમ હેઠળ બેંકના ડિરેક્ટર અને તેમના પરિવારોની લોનની મર્યાદા વધારીને 5 કરોડ કરવામાં આવી છે.

By By Desk
|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેંકે બેંકોના લોનના નિયમોમાં ફેરફાર કર્યા છે. આરબીઆઈએ ડિરેક્ટર માટેની વ્યક્તિગત લોનની મર્યાદામાં વધારો કર્યો છે. આ નવા નિયમ હેઠળ બેંકના ડિરેક્ટર અને તેમના પરિવારોની લોનની મર્યાદા વધારીને 5 કરોડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અગાઉ કોઈપણ બેંક ડિરેક્ટર માટે વ્યક્તિગત લોનની મર્યાદા 25 લાખ રૂપિયા હતી.

rbi

આરબીઆઈ દ્વારા જારી કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, બેંક પોતાના ડિરેક્ટર અને તેના આશ્રિત પરિવાર, અન્ય બેંકોના ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને એના આશ્રિત પરિવાર સિવાયના કોઈ પણ સંબંધીને 5 કરોડથી વધુની લોન આપવાની મંજૂરી નથી. બેએવું પણ કહેવામાં આવ્યું છે કે તે કોઈ પણ ફર્મ માટે લાગુ પડે છે. જેમાં જીવનસાથી અને આશ્રિત બાળકો સિવાયનો કોઈ સંબંધી ભાગીદાર, મુખ્ય શેરહોલ્ડર અથવા ડિરેક્ટર હોય.

આરબીઆઈએ કહ્યું કે 25 લાખ અથવા 5 કરોડથી ઓછા નાણાં માટેની લોન દરખાસ્તોને જ ઓથોરિટી દ્વારા મંજૂરી આપી શકાશે. પરંતુ તમામ દસ્તાવેજો સાથે બોર્ડને જાણ કરવાની રહેશે.તે પછી જ બોર્ડ તેના પર નિર્ણય લેશે.

પહેલા ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં હાલના ડિરેક્ટરોએ તેમના પરિવારના સભ્યોને લોન આપવા માટે તેમની હોદ્દાનો દુરૂપયોગ કર્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંકના એમડી અને સીઇઓ ચંદા કોચર તરફથી ઘણી મોટી હસ્તીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેઓએ વીડિયોકોનને 3250 કરોડની લોન આપવા માટે હોદ્દાનો દુરુપયોગ કર્યો. આવી સ્થિતિમાં હવે આરબીઆઈ પણ આ અંગે કડક બની છે.

English summary
The RBI made these major changes to personal loan rules
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X