• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ફાઈનાન્શિયલ ટીપ્સ અપનાવશો તો નહીં થાવ ગરીબ

|
Google Oneindia Gujarati News

તમામ લોકો પૈસાદાર બનવા ઈચ્છે છે, પરંતુ ખૂબ ઓછા લોકો કહે છે કે અમારે ફાઈનાન્શિયલી મજબૂત થવું છે જેથી આર્થિક મુશ્કેલી ન આવે. તો કેટલાક લોકો એવું વિચારે છે કે અચાનક ભાગ્ય બદલાશે સાથે જ બધું બદલાઈ જશે. તો બીજી તરફ કેટલાક લોકો માને છે કે આપણે જીવનમાં ત્રણ P પ્લાનિંગ, પેન્શન અને પૈસાને જ મહત્વ આપવું જોઈએ, જેનાથી ભવિષ્યમાં મદદ મળી રહે. યોગ્ય આયોજન અને ધીરજ રાખ્યા વિના કોઈ પૈસા આવતા નથી.

ફાઈનાન્સ એડવાઈઝર્સ મ્યુચ્યુઅલ ફંડ, ઈક્વિટી, પીપીએફ, નેશનલ પેન્શન સ્કીમ, ગોલ્ડ, સરકારી બોન્ડ, કિસાન વિકાસ પત્ર સહિતની સરકારી યોજનાઓમાં રોકાણ કરવાની સલાહ આપે છે.

આ પણ વાંચો: બાળકો માટે ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

આ ઉપરાંત હંમેશા રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનો પણ વિકલ્પ હોય છે. સમયની સાથે તેની કિંમત વધવાની રાહ જોવાતી હોય છે. જો કે કોઈ પણ રોકાણ બેઝિક વસ્તુનું ધ્યાન રાખ્યા વિના સફર નથી થતી. તો આ વાતો પર ધ્યાન આપો.

1. બચત માટેની રકમ નક્કી કરો

1. બચત માટેની રકમ નક્કી કરો

તમે જે કમાઈ રહ્યા છો, તો તમારે એક રકમ નક્કી કરવી પડશે જે તમારે દર મહિને બચાવવી જોઈએ. SBI જનરલ ઈન્શ્યોરન્સના હેડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પુનીત સાહની કહે છે કે, 'એક નાણાકીય કેલેન્ડર બનાવો. તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે નાણાકીય કેલેન્ડર બનાવવું જરૂરી છે. મહત્વની રકમ માટે સમય મર્યાદા નક્કી કરવા અંગે વિચારો.'

2. તમારા કૅશ ફ્લો પર નજર રાખો

2. તમારા કૅશ ફ્લો પર નજર રાખો

તમારા પૈસાનું ધ્યાન તમે પોતે જ રાખી શકો છો. સાહનીના કહેવા મુજબ રોકેલી રકમને તમે જાતે જ ટ્રેક કરો. જો કોઈ પણ પ્રોડક્ટમાં સારું રિટર્ન મળે તો જ રોકાણ કરો. તમે પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે તમારા રોકાણને નિયમિત ટ્રેક કરો.

એટલું જ નહીં તમારા બિલ પર પણ નજર રાખો. જો કે ભાડા જેવા ખર્ચ પર નિયંત્રણ મુશ્કેલ છે. પરંતુ બિનજરૂરી ખર્ચા જેમ કે ભોજન કે રજાઓ પાછળના ખર્ચને નિયંત્રિત કરી શકાય છે.

3. પોતાની જાતને લીડ કરો, ફ્રોડને ફૉલો ન કરો

3. પોતાની જાતને લીડ કરો, ફ્રોડને ફૉલો ન કરો

તમારા પાડોશી કે મિત્રની મહત્વાકાંક્ષા તમારી મહત્વાકાંક્ષા ન હોઈ શકે. એટલે તમે બીજાને ફોલો ન કરો. સૌથી પહેલા રિસર્ચ કરો, વાંચો પછી રોકાણ કરો. તમે રોકાણ માટે પ્રોડક્ટ પસંદ કરતા પહેલા સમય, જરૂરિયાતો અને ટાર્ગેટને પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે.

4. ક્રેડિટ લઈને આનંદ લેવાનું બંધ કરો

4. ક્રેડિટ લઈને આનંદ લેવાનું બંધ કરો

એ વાતનું ધ્યાન રાખો કે ક્રેડિટ કાર્ડ તમને ક્યારેય પૈસાદાર નહીં બનાવી શકે. શક્ય હોય ત્યાં સુધી લોન કે ઉધાર ન લો. જ્યાં સુધી ઈમરજન્સી ન હોય ત્યાં સુધી ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરતા પહેલા કે ઉધાર લેવાનું ટાળો

5. પહેલા બચાવો, પછી ખર્ચ કરો

5. પહેલા બચાવો, પછી ખર્ચ કરો

કોઈ પણ ખર્ચ કરતા પહેલા બરાબર વિચારો. તમે જે કરવા ઈચ્છો છો તેના માટે બજેટ નક્કી કરો, પછી એટલી જ રકમમાં કામ કરો. આપણે બધા જ બજેટ તો બનાવીએ છીએ પરંતુ ખૂબ ઓછા લોકો તેનો અમલ કરી શકે છે. એટલે તમે પહેલા પૈસા ભેગા કરો, પછી બજેટ નક્કી કરો અને નક્કી કરેલો જ ખર્ચ કરો.

6. જરૂરિયાત પ્રમાણે વીમો લો

6. જરૂરિયાત પ્રમાણે વીમો લો

નિષ્ણાતો તમને અને તમારા પરિવારને દુર્ઘટનાથી બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે વીમો લેવાની સલાહ આપે છે. 'જ્યારે બચત મહત્વની છે તમામ પ્રકારના રોકાણ માટે પોતાની સંપત્તિ સાચવવી પણ એટલી જ જરૂરી છે જેથી તમારા મહેનતના પૈસા કોઈ ઓળવી ન જાય.' વીમાને હંમેશા વધારાના ખર્ચા તરીકે જોવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં તો તે તમને કોઈ દુર્ઘટનાથી બચાવે છે.

English summary
There are 5 Personal finance tips will never let you down.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X