For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળકો માટે ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

તમામ પેરેન્ટ્સ ઈચ્છતા હોય છે કે તેઓ પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરે. પાછલા કેટલાક વર્ષોમાં શિક્ષણ અને ઉચ્છ શિક્ષણના ક્ષેત્રમાં વાલીઓનો ખર્ચ સતત વધી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

તમામ પેરેન્ટ્સ ઈચ્છતા હોય છે કે તેઓ પોતાના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરે. પાછલા કેટલાક વર્ષોમાં શિક્ષણ અને ઉચ્છ શિક્ષણના ક્ષેત્રમાં વાલીઓનો ખર્ચ સતત વધી રહ્યો છે. શિક્ષણ ઉપરાંત એક મોટી રકમની જરૂર પડે છે બાળકોના લગ્ન સમયે. સાથે જ બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે એક પરફેક્ટ સ્કીમની જરૂર હોય છે.

આ પણ વાંચો: લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની મર્યાદા થશે નક્કી, સેબી લાવશે નિયમ

તો પછી મોડું કેમ કરો છો. પોતાના બાળકો માટે આજે જ ફાઈનાન્સિયલ પ્લાનિંગ શરૂ કરી દો. પરંતુ થોડી સાવધાની રાખજો, સમજી વિચારીને નિર્ણય કરજો. જેથી તમારા બાળકોને ભવિષ્યમાં યોગ્ય ફાઈનાન્સિયલ સપોર્ટ મળી શકે. અમે તમને જણાવી દઈએ કે ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરતા સમયે તમે આ ભૂલ તો ન જ કરતા.

સૌથી પહેલા લક્ષ્ય નક્કી કરો

સૌથી પહેલા લક્ષ્ય નક્કી કરો

તમારા બાળકો માટે પૈસાની જરૂર જુદા જુદા સમયે પડે છે. જેમ કે સ્કૂલનો ખર્ચ, ગ્રેજ્યુએશનના અભ્યાસનો ખર્ચ, પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટડીનો ખ્ચો અને લગ્નનો ખર્ચો. એટલે તમારે ટાર્ગેટ નક્કી કરીને જરૂર પડનારી રકમનો અંદાજ માંડીને પ્લાનિંગ કરવું જોઈએ.

ચાઈલ્ડ પ્લાન પર ન રહો નિર્ભર

ચાઈલ્ડ પ્લાન પર ન રહો નિર્ભર

બાળકો માટે ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરતા સમયે ફક્ત ચાઈલ્ડ પ્લાન જેમ કે ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ કે પછી બીજા પ્રોડક્ટ પર નિર્ભર ન રહેવું જોઈએ. તમારે અંદાજ માંડવો પડશે કે ચાઈલ્ડ પ્લાનની રકમ બાળકોના ભવિષ્યની જરૂરિયાત માટે યોગ્ય છે કે નહીં ? એટલે બાળકોની યુનિક જરૂરિયાતો માટે રોકાણનો વિકલ્પ પસંદ કરતા સમયે ફાઈનાન્સિયલ એડવાઈઝર સાથે જરૂર વાત કરો.

ઓછું રિટર્ન આપતી મિલકતમાં રોકાણ

ઓછું રિટર્ન આપતી મિલકતમાં રોકાણ

વધતી મોંઘવારી સાથે શિક્ષણ પણ મોંઘું થઈ રહ્યું છે, ત્યારે ઓછું રિટર્ન આપતા ઓપ્શન તમારા માટે કામના નથી. મોટા ભાગના કુટુંબો પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સોનામાં રોકાણ કરે છે. જો કે સોનામાં મળતું વળતર લાંબા સમયથી સ્થિર રહે છે. ફાઈનાન્સિયલ ગોલ પૂરો કરવા માટે તમારે એવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ જેમાંથી તમને જરૂરી વળતર મળી શકે.

ટર્મ પ્લાન ન લેવો

ટર્મ પ્લાન ન લેવો

કોઈ નોકરિયાત વ્યક્તિ જેના પર આખા કુટુંબની જવાબદારી છે, તેના માટે એક ટર્મ પ્લાન જરૂર લેવો જોઈએ. અપમૃત્યુની સ્થિતિમાં ટર્મ પ્લાન ફેમિલીને કામ લાગી શકે છે. ટર્મ પ્લાન લેતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે મળતું વળતર વાર્ષિક આવક કરતા 10થી 20 ગણું હોવું જોઈએ.

English summary
points to know when you do financial planing for children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X