For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાન્યુઆરીથી બેંક સુવિધાથી લઇને આ વસ્તુઓ થશે મોંઘી

નવા વર્ષથી ગ્રાહકો માટે બેંકિંગ સેવા મોંઘી થવા જઈ રહી છે. 1 જાન્યુઆરીથી એટીએમમાંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે. જૂનમાં જ રિઝર્વ બેંકે બેંકોને ફ્રી લિમિટ પછી ફી વધારવાની મંજૂરી આપી હતી, જે નવા વર્ષથી લાગુ થશે.

|
Google Oneindia Gujarati News

નવા વર્ષથી ગ્રાહકો માટે બેંકિંગ સેવા મોંઘી થવા જઈ રહી છે. 1 જાન્યુઆરીથી એટીએમમાંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે. જૂનમાં જ રિઝર્વ બેંકે બેંકોને ફ્રી લિમિટ પછી ફી વધારવાની મંજૂરી આપી હતી, જે નવા વર્ષથી લાગુ થશે. RBI અનુસાર, દરેક બેંક તેના ગ્રાહકોને રોકડ અને અન્ય નાણાકીય સેવાઓ માટે દર મહિને મફત મર્યાદા નક્કી કરે છે. આનાથી વધુ સેવાનો ઉપયોગ કરવા માટે બેંકો ફી વસૂલે છે.

રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, બેંકોને એટીએમમાંથી ઉપાડના ચાર્જમાં વધારો કરવાની છૂટ આપી છે. કારણ કે, ઉંચા ઇન્ટરચેન્જ ચાર્જ અને ખર્ચમાં વધારો થાયો છે. હવે એક્સિસ, એચડીએફસી સહિત અન્ય જાહેર અને ખાનગી બેંકોમાંથી પૈસા ઉપાડવા પર વધુ ચાર્જ ચૂકવવો પડશે.

દર મહિને આઠ ફ્રી ટ્રાન્ઝેક્શન

દર મહિને આઠ ફ્રી ટ્રાન્ઝેક્શન

બેંકો હાલમાં ગ્રાહકોને દર મહિને આઠ મફત વ્યવહારો ઓફર કરે છે. આમાં નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો બંનેનો સમાવેશ થાય છે. ગ્રાહકનું ખાતું હોય તેબેંકના એટીએમમાંથી દર મહિને પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપલબ્ધ છે.

આ સિવાય મેટ્રો શહેરોમાં અન્ય બેંકોના એટીએમમાંથી ત્રણ અને નોન-મેટ્રો શહેરોમાં અન્ય બેંકનાએટીએમમાંથી પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન પણ કરી શકાય છે.

હાલમાં એટીએમમાંથી ઉપાડ દીઠ રૂપિયા 20 વસૂલવામાં આવે છે, જે 1 જાન્યુઆરીથી વધારીને રૂપિયા 21કરવામાં આવશે. આના પર સર્વિસ ટેક્સના રૂપમાં GST પણ ચૂકવવો પડશે.

ઓગસ્ટથી વધારાની ઇન્ટરચેન્જ ફી લાગુ

ઓગસ્ટથી વધારાની ઇન્ટરચેન્જ ફી લાગુ

રિઝર્વ બેંકે ઓગસ્ટથી જ બેંકો વચ્ચેના ATM પર ઇન્ટરચેન્જ ચાર્જના વધેલા દરો લાગુ કર્યા છે. બેંકોએ હવે ઈન્ટરચેન્જ ફી માટે 15 રૂપિયાને બદલે 17 રૂપિયા પ્રતિટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે.

આ ફી તમામ નાણાકીય વ્યવહારો પર લાગુ થાય છે, જ્યારે બિન-નાણાકીય વ્યવહારો માટે ઇન્ટરચેન્જ ફી અગાઉ 5 રૂપિયાથી વધીને 6રૂપિયા થઈ ગઈ છે.

ઇન્ટરચેન્જ ફીનો અર્થ એ છે કે, બેંક તેના ગ્રાહકને અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, જેના માટે તેણે સંબંધિત એટીએમ સાથે બેંકને ફી ચૂકવવીપડશે. બેંકો તેમના ગ્રાહકો પાસેથી જ આ ફીની ભરપાઈ કરે છે.

મારુતિ એક વર્ષમાં ચોથી વખત આવતા મહિને ફરી કિંમત વધારશે

મારુતિ એક વર્ષમાં ચોથી વખત આવતા મહિને ફરી કિંમત વધારશે

ઉત્પાદન ખર્ચમાં વધારો થવાના દબાણ હેઠળ મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSI) જાન્યુઆરીથી ફરી વાહનોના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. એક વર્ષમાં કંપનીનો આચોથો વધારો હશે.

મારુતિના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શશાંક શ્રીવાસ્તવે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર, પ્લાસ્ટિક સહિત તમામ ચીજવસ્તુઓની કિંમતોસતત વધી રહી છે. વાહન બનાવવામાં તેમનો ખર્ચ 75-80 ટકા છે.

એપ્રિલ-મેમાં સ્ટીલની કિંમત 38 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 77 રૂપિયા પર પહોંચી ગઈ છે.એલ્યુમિનિયમ પણ પ્રતિ ટન 1,700-1,800 ડોલરથી 2,700-2,800 ડોલર પ્રતિ ટનના ભાવે વેચાઈ રહ્યું હતું.

આ ખર્ચના દબાણને ઘટાડવા માટે અમારે ફરી એકવારકિંમતો વધારવી પડશે. આ અગાઉ જાન્યુઆરીમાં કિંમતોમાં 1.4 ટકા, એપ્રિલમાં 1.6 ટકા અને સપ્ટેમ્બરમાં 1.9 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

ઓડી પણ ત્રણ ટકા મોંઘી થઇ

ઓડી પણ ત્રણ ટકા મોંઘી થઇ

જર્મન લક્ઝરી કાર નિર્માતા ઓડી કંપનીએ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, તે જાન્યુઆરીથી તમામ મોડલની કિંમતમાં ત્રણ ટકાનો વધારો કરશે.

ઓડી ઈન્ડિયાના વડાબલબીર સિંહ ધિલ્લોને જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારમાં કોમોડિટીની કિંમતો વધી રહી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ પર દબાણ આવી રહ્યું છે. તેથી અમે અનિઈચ્છાએભાવ વધારવા મજબૂર છીએ.

English summary
these items will be expensive, starting with the bank facility From January.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X