નોકરીયાત લોકો માટે ખુશખબરી, આ APPથી નીકાળો પીએફ

Posted By:
Subscribe to Oneindia News

દેશના તમામ નોકરીયાત લોકો માટે આ મોટી રાહતના સમાચાર છે. આ ખુશખબર તમારા પ્રોવિડન્ટ ફંડ સાથે જોડાયેલી છે. જલ્દી જ તમારા પીએફ ખાતાથી પીએફના પૈસા નીકાળવા તમારા માટે વધુ સરળ થઇ જશે. કારણ કે શ્રમ મંત્રાલય એક તેવું એપ લાવશે જેના દ્વારા પીએફના પૈસા નીકાળવામાં સરળતા રહેશે. આ એપના આવ્યા પછી ઇપીએફઓના લગભગ 4 કરોડ સદસ્યોના ઇપીએફ નિકાસ જેવા પ્રશ્નોને સરળતાથી નીકાળી શકો તેવી તૈયારી સરકાર દ્વારા કરવામાં આવી છે.

app

ઉમંગ એપ
નોકરીયાત લોકો માટે બનાવવામાં આવેલા આ એપનું નામ છે ઉમંગ એપ. આ એપની જાહેરાત ખુદ શ્રમ પ્રધાન બંડારૂ દત્તાત્રેય કરી છે. જો કે હજી આ એપ ક્યારે લોન્ચ કરવામાં આવશે. તે અંગે કોઇ જાહેરાત કરવામાં નથી આવી. નોંધનીય છે કે દેશભરમાં ઇપીએફઓના 123 કાર્યાલય છે જેમાં 100 કાર્યાલયોને કેન્દ્રીય સર્વરથી જોડવાનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે.

25 હજાર સેલરી
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) એક સામાજિક સુરક્ષા યોજના છે. આ માટે અનિવાર્ય કવરેજ વેતન સીમા આ વખતે 25,000 રૂપિયા કરવામાં આવી શકે છે. આ યોજના સાથે એક કરોડથી વધુ લોકો જોડાયેલા છે. ઇપીએફઓના ટ્રસ્ટી ડીએલ સચદેવે જણાવ્યું કે સમયની મર્યાદાના કારણે આ પ્રસ્તાવ ટાળવામાં આવ્યો છે. જેની આવનારી બેઠકમાં ચોક્કસથી ઉઠાવવામાં આવશે.

પીએફ ખાતાગ્રાહક
દેશના 4 કરોડ પીએફ ખાતાગ્રાહક સરળતાથી ઘર ખરીદી શકે તે માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કાનૂનમાં બદલાવ લાવવાની જરૂર છે. કાનૂનમાં બદલાવ કર્યા પછી પીએફ ખાતાગ્રાહક જમા રાશિનો 90 ટકા હિસ્સો નીકાળી શકશે અને પોતાના સપનાનું ઘર ખરીદી શકશે. કાનૂનમાં બદલાવ લાવ્યા પછી જ પીએફ ખાતાગ્રાહકોને આ વાતની છૂટ મળી શકશે.

English summary
This app will give you the facility to withdraw your provident fund.
Please Wait while comments are loading...