For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બંધ થઇ રહી છે ગૂગલની આ સર્વિસ, જલ્દી તમારા ડેટા ડાઉનલોડ કરી લો

Google તેની સર્વિસ ગૂગલ પ્લસ બંધ કરવા જઈ રહ્યું છે. Google Plus ની સર્વિસ 2 એપ્રિલથી બંધ થઇ જશે.

|
Google Oneindia Gujarati News

Google તેની સર્વિસ ગૂગલ પ્લસ બંધ કરવા જઈ રહ્યું છે. Google Plus ની સર્વિસ 2 એપ્રિલથી બંધ થઇ જશે. જો તમે પણ ગૂગલ પ્લસ સર્વિસનો ઉપયોગ કરો છો, તો વિલંબ કર્યા વગર શક્ય તેટલી જલ્દી તમારા ડેટાને ડાઉનલોડ કરી લો. ગૂગલે તેની માહિતી તેના વપરાશકારોને ઇમેઇલ દ્વારા મોકલવાની શરૂ કરી દીધી છે.

બંધ થઇ રહી છે Google ની આ સર્વિસ

બંધ થઇ રહી છે Google ની આ સર્વિસ

ગૂગલ દ્વારા મોકલેલા ઇમેલ મુજબ ગૂગલ પ્લસ 2 એપ્રિલ 2019 ના રોજ બંધ થઈ જશે. ઇમેલ મુજબ આ પછી વપરાશકર્તાઓના ગૂગલ પ્લસ એકાઉન્ટ અને તેમના કંટેન્ટને ડીલીટ કરવાનું શરૂ કરવામાં આવશે. જો તમે પણ ગૂગલ પ્લસ સર્વિસનો ઉપયોગ કરો છો, તો ગૂગલ પ્લસ પર રહેલા તમારા ડેટાને ડાઉનલોડ કરીને બચાવી લો, નહીં તો કંપની તમારા ફોટા અને વિડીયોઝને ડીલીટ કરી નાખશે. કંપનીએ 31 માર્ચ, 2019 પહેલાં તેમના કંટેન્ટને ડાઉનલોડ કરવાની સલાહ આપી છે.

ડેટા કેવી રીતે સેવ કરવો

ડેટા કેવી રીતે સેવ કરવો

ગૂગલ પ્લસ પરથી તમારા ફોટા અને વિડિયોને સેવ કરવાનું ખૂબ સરળ છે. તમે ગૂગલ પ્લસના આર્કાઇવ ડેટા ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે પહેલા સાઇન ઇન કરવું પડશે.

- તે પછી તમારે Google Plus માં Download your data પેજ પર જવું પડશે.
- અહીં તમારો Google Plus ડેટા પહેલેથી જ સિલેક્ટ રહેશે.
- તમારે Next પર ક્લિક કરવાનું છે.
- પછી તમારે ફાઈન ટાઈપ પસંદ કરવી પડશે.
- આ પછી ડેટા ડિલિવરીની ટાઈપ પસંદ કરવી પડશે.
- આ પછી ક્રિએટ આર્કાઇવ પર ક્લિક કરો.

2 એપ્રિલથી બંધ થશે Inbox By Google

2 એપ્રિલથી બંધ થશે Inbox By Google

ગુગલ પ્લસ શટડાઉનની સાથે સાથે Inbox By Google પણ બંધ થઈ જશે. કંપનીએ તેની બંધ થવાની જાહેરાત પેહલા જ કરી દીધી હતી. હવે કંપનીએ તેના શટડાઉનની તારીખ નક્કી કરી છે. વપરાશકર્તાઓને નોટિફિકેશન દ્વારા જાણ કરવામાં આવી રહી છે કે ગૂગલ 2 એપ્રિલથી તેની Inbox By Google સર્વિસને બંધ કરશે. નોંધપાત્ર રીતે ગૂગલે તાજેતરમાં તેની ચેટ એપ્લિકેશન Allo ને પણ બંધ કરી દીધી છે.

English summary
This Google service will shut down on April 2:Know How you recover your Data
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X