For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે ટોપ 10 બેસ્ટ શેર્સ, લાંબા ગાળા માટે કરી શકો રોકાણ

શેરબજારમાં રોકાણ કરવા માટે વિકલ્પ તો ઘણાબધા છે, પરંતુ નિષ્ણાતો લાંબા ગાળાના જ રોકાણની સલાહ આપે છે.

|
Google Oneindia Gujarati News

શેરબજારમાં રોકાણ કરવા માટે વિકલ્પ તો ઘણાબધા છે, પરંતુ નિષ્ણાતો લાંબા ગાળાના જ રોકાણની સલાહ આપે છે. અમે તમારા માટે કેટલાક શેર્સનું એવું લિસ્ટ લાવ્યા છીએ, જેમાં તમે લાંબા ગાળાનું રોકાણ કરી શકો છો. આ દેશના ટોપ 10 શેર્સ છે જેમાં લાંબા ગાળાનું રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ટાટા કન્સલટન્સી સર્વિસિઝ (TCS)

ટાટા કન્સલટન્સી સર્વિસિઝ (TCS)

TCS દેશની સૌથી મોટી આઈટી કંપની છે. માર્કેટ કેપ પ્રમાણે TCS દેશની સૌથી મોટી કંપની છે. TCSનું માર્કેટ કેપ 6,62,540.80 કરોડ રૂપિયા છે. TCSના શેર લાંબા ગાળાના રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. હાલ TCSના એક શેરનો ભાવ 3,469.90 રૂપિયા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

દેશની બીજી સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર્સ પણ લાંબા ગાળાના રોકાણ માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 6,21,02.05 કરોડ રૂપિયા છે. રિલાયન્સના એક શેરનો ભાવ છે રૂપિયા 980.30. દેશમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે, રોકાણકારો માટે આ વાત ફાયદાકારક સાબિત થઈ શકે છે.

HDFC બેન્ક

HDFC બેન્ક

HDFC બેન્કના શેર્સ પણ આ લિસ્ટમાં છે. HDFC દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ બેન્ક છે. લાંબા ગાળાના રોકાણ માટે HDFC બેન્કના શેર્સમાં પણ તમે રોકાણ કરી શકો છો. હાલ HDFCની માર્કેટ કેપ 5,25,064 કરોડ રૂપિયા છે. તો HDFCના એક શેરનો ભાવ 2,034.85 રૂપિયા છે.

ITC

ITC

લગભગ તમામ નિષ્ણાતો ITCના શેર્સ ખરીદવાની સલાહ આપે છે. હોટેલ અને ફૂડ સેક્ટરમાં આ કંપની ઝડપથી વિક્સી રહી છે. ITCની કુલ માર્કેટ કેપ 3,44,076.86 કરોડ રૂપિયા છે. જ્યારે ITCના એક શેરનો ભાવ હાલ 282.25 રૂપિયા છે.

હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ

હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ

હિન્દુસ્તાન યુનિવલિવર લિ. ઈંગ્લેન્ડની કંપની યુનિલિવરનો ભાગ છે, જેણે ભારતમાં બિઝનેસ કરવાનું લાઈસન્સ મેળવ્યુ છે. આ કંપનીનો 67% નફો ઈંગ્લેન્ડ જાય છે. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડની કુલ માર્કેટ કેપ 3,28,622 કરોડ રૂપિયા છે. જ્યારે તેના એક શેરનો ભાવ 1521.40 રૂપિયા છે.

ઈન્ફોસિસ

ઈન્ફોસિસ

દેશની ટોચની આઈટી કંપનીઓમાંની એક ઈન્ફોસિસના શેર્સ પણ લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આખા વિશ્વમાં ઈન્ફોસિસની 30થી વધુ ઓફિસ છે. ઈન્ફોસિસની કુલ માર્કેટ કેપ 2,51,053 કરોડ રૂપિયા છે. જ્યારે ઈન્ફોસિસના એક શેરનો ભાવ 1195.30 રૂપિયા છે.

ONGC

ONGC

ભારતીય જાહેર ક્ષેત્રની આ પેટ્રોલિયમ કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડની શરૂઆત 23 જૂન, 1993થી થઈ હતી. આ કંપની ભારતના કાચા તેલના ઉત્પાદનમાંથી 77 % અને ગેસના ઉત્પાદનમાંથી 81 % ઉત્પાદન કરે છે. ONGCની કુલ માર્કેટ કેપ 2,42,382.78 કરોડ રૂપિયા છે. ઈન્ફોસિસના એક શેરનો ભાવ 189.65 રૂપિયા છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા

દેશની સૌથી જૂની અને સૌથી મોટી બેન્ક SBIના શેર્સ લાંબા ગાળા માટે સારી ડીલ સાબિત થઈ શકે છે. કેટલાક સમય પહેલા જ SBIમાં પ્રમુખ બેન્કોનું મર્જર થયું છે. જેને પગલે SBI વિશ્વની ટોચની 50 બેન્કોની યાદીમાં સામેલ થઈ ચૂકી છે. SBIની કુલ માર્કેટ કેપ 1,93,643.05 કરોડ રૂપિયા છે. તો SBIના એક શેરનો ભાવ 249.45 રૂપિયા છે.

કોલ ઈન્ડિયા

કોલ ઈન્ડિયા

કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ભારતની જાહેર ક્ષેત્રની કંપની છે. કોલસાનું ઉત્પાદન કરતી આ કંપની વિશ્વની સૌથી મોટી કંપની છે. આ કંપની ભારત સરકાર અંતર્ગત આવે છે. જે કોલસા મંત્રાલય, ભારત સરકારના આધીન છે. કોલ ઈન્ડિયા કંપનીને ઝીરો ડેબ્ટ કંપની પણ કહે છે. આ કંપનીની કુલ માર્કેટ કેપ 1,63,720.44 કરોડ રૂપિયા છે. કોલ ઈન્ડિયાના એક શેરનો ભાવ 263.75 રૂપિયા છે.

ભારતી એરટેલ

ભારતી એરટેલ

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંની એક ભારતી એરટેલના શેર પણ લાંબા ગાળાના રોકાણ માટે ફાયદાકારક છે. જીયોના આવ્યા પછી ક્યારેક ક્યારેક આ કંપનીના શેર્સ તૂટ્યા છે, પરંતુ તેની રિકવરી પણ ઝડપથી થઈ રહી છે. ભારતી એરટેલની કુલ માર્કેટ કેપ 1,52,540.78 કરોડ રૂપિયા છે. ભારતી એરટેલના એક શેરનો ભાવ 381.60 રૂપિયા છે.

ડિસ્કેલમર/ સૂચના

ડિસ્કેલમર/ સૂચના

ઉપર આપેલા તમામ શેર્સનો ભાવ મની રેડિફ ડોટ કોમ પરથી લેવામાં આવ્યા છે. શેર બજારમાં આંકડામાં પરિવર્ત થયા કરે છે. એટલે જ વાચક પોતાની રીતે સમજીને શેર્સ ખરીદે. લેખ વાંચ્યા બાદ જો કોઈને આ શેર્સ ખરીદવા કે વેચવાથી લાભ થાય કે નુક્સાન થાય તો તેના માટે ગ્રેનિયમ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કે પછી હિન્દી ગુડરિટર્ન્સ ડોટ ઈન કોઈ પણ રીતે જવાબદાર નથી. વાચકો પોતાના વિવેકને આધારે નિર્ણય લેવો.

English summary
Top 10 best shares to buy in india for long term.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X