For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Top 10 Brands: દુનિયાની સૌથી કિંમતી બ્રાંડ બની 'એપલ'

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 નવેમ્બર: ગ્લોબલ ટેકનોલોજીમાં શ્રેષ્ઠ એપલને ફેમસ મેગેઝિન ફોર્બ્સે સતત ત્રીજા વર્ષે દુનિયાની સૌથી કિંમતી બ્રાંડ જાહેર કરી છે. સૌથી કિંમતી બ્રાંડની ફોર્બ્સની યાદીમાં માઇક્રોસોફ્ટને બીજું અને કોકા કોલાને ત્રીજું સ્થાન મળ્યું છે. જ્યારે આઇટી દિગ્ગજ આઇબીએમ અને ઇન્ટરનેટ કંપની ગૂગલ ત્રીજા અને ચોથા સ્થાન પર આવે છે.

ફોર્બ્સ અનુસાર એપ્પલની બ્રાંડ વેલ્યૂ 104.3 અરબ ડોલર છે, જ્યારે બીજું સ્થાન મેળવનાર માઇક્રોસોફ્ટની બ્રાંડ વેલ્યૂ 56.7 અરબ ડોલર કરતા લગભગ બેગણી વધારે છે. મેગેઝિને પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે ગયા વર્ષના મુકાબલે એપલની બ્રાંડ વેલ્યૂમાં 20 ટકાનો વધારો થયો છે. જ્યારે માઇક્રોસોફ્ટની બ્રાંડ વેલ્યૂ છેલ્લા ત્રણ વર્ષથી સ્થિર બનેલી છે. કંપની પોતાના પર્સનલ કંમ્પ્યુટર કારોબાર ઘટાડીને મોબાઇલ બજારમાં પગ જમાવવાની કવાયતમાં લાગેલી છે. કંપનીનો વૃદ્ધિદર ઘટ્યો છે, પરંતુ હજી પણ તે સૌથી વધારે નફો કમાનાર બ્રાંડ છે.

કોકા કોલાની બ્રાંડ વેલ્યૂ 54.9 અરબ અને આઇબીએમની 50.7 અરબ ડોલર આંકવામાં આવી છે. દુનિયાભરની લગભગ 100 કંપનીઓની સૂચિમાં અડધાથી વધારે અમેરિકન કંપનીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ 9 કંપનીઓ સાથે જર્મની, 8 કંપનીઓ સાથે ફ્રાંસ, 7 કંપનીઓ સાથે જાપાનનો નંબર આવે છે. જ્યારે ભારતની એકપણ કંપનીનું નામ આ સૂચિમાં નથી.

ટેકનોલોજી ક્ષેત્રની સૌથી વધારે 19 કંપનીઓને સ્થાન મળ્યું છે, જ્યારે ટોપ ટેન કંપનીઓમાં આ ક્ષેત્રની છ કંપનીઓ સામેલ છે. સૂચિમાં 9માં સ્થાને આવેલ સેમસંગની બ્રાંડ વેલ્યૂમાં ગયા વર્ષની તુલનાએ સૌથી વધારે 53 ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેની વેલ્યૂમાં 136 ટકાનો ઉછાળો નોંધાયો છે.

1

1

એપલ, જેની બ્રાંડ વેલ્યુ છે 104.3 અરબ ડોલર

2

2

માઇક્રોસોફ્ટ, જેની બ્રાંડ વેલ્યુ છે 56.7 અરબ ડોલર

3

3

કોકાકોલા, જેની બ્રાંડ વેલ્યુ છે 54.9 અરબ ડોલર

4

4

આઇબીએમ, જેની બ્રાંડ વેલ્યુ છે 50.7 અરબ ડોલર

5

5

ગૂગલ, જેની બ્રાંડ વેલ્યુ છે 47.3 અરબ ડોલર

6

6

મેકડોનાલ્ડ, જેની બ્રાંડ વેલ્યુ છે 39.4 અરબ ડોલર

7

7

જનરલ મોટર્સ, જેની બ્રાંડ વેલ્યુ છે 34.2 અરબ ડોલર

8

8

ઇન્ટેલ, જેની બ્રાંડ વેલ્યુ છે 30.9 અરબ ડોલર

9

9

સેમસંગ, જેની બ્રાંડ વેલ્યુ છે 29.5 અરબ ડોલર

10

10

લૂઇસ વ્યૂટન, જેની બ્રાંડ વેલ્યુ છે 28.4 અરબ ડોલર

English summary
Top 10 Brands: Apple is world's most valuable brand, as Forbes survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X