પ્રોપર્ટીની કિંમતોમાં સર્વાધિક વૃધ્ધિ ધરાવતા ટોપ 10 ભારતીય શહેરો
છેલ્લા કેટલાક વર્ષોથી ભારતના રિઅલ એસ્ટેટ માર્કેટમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ભારતના વિવિધ શહેરોમાં છેલ્લા 2 વર્ષમાં ભાવમાં કેટલો ઉછાળો આવ્યો છે તે અંગે મહત્વનો અભ્યાસ થયો છે.
ગ્લોબલ પ્રોપર્ટી ગાઇડ નામની સંસ્થાએ સમગ્ર વિશ્વમાંથી રિઅલ એસ્ટેટ ક્ષેત્રના ડેટા એકઠા કર્યા છે. તેના અહેવાલ મુજબ 43 અન્ય દેશોની તુલના કરીએ તો વર્ષ 2012ના પ્રથમ કવાર્ટરથી 2013ના પ્રથમ કવાર્ટર સુધીમાં દિલ્હીમાં સૌથી વધુ 60 ટકાનો ઉછાળો આવ્યો છે. ભારતમાં વિવિધ શહેરોની તુલનામાં જયપુરમાં સૌથી વધુ 67 ટકાનો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
પ્રોપર્ટી ગાઇડ ઇન્ડિયાના ડેટા મુજબ હૈદરાબાદ અને કોચીને બાદ કરતા દેશભરમાં 2007થી પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો આવ્યો છે. ફરીદાબાદ, પુણે, ભોપાલ અને મુંબઇમાં ભાવ ડબલ થયા છે. જયારે ચેન્નાઇમાં ત્રણગણો વધારો થયો છે.

નંબર 10
અમદાવાદ - 16 ટકાનો ઉછાળો

નંબર 9
લખનૌ - 17 ટકાનો ઉછાળો

નંબર 8
બેંગલોર - 24 ટકાનો ઉછાળો

નંબર 7
ફરીદાબાદ - 25 ટકાનો ઉછાળો

નંબર 6
મુંબઇ - 27 ટકાનો ઉછાળો

નંબર 5
ભોપાલ - 38 ટકાનો ઉછાળો

નંબર 4
ચેન્નાઇ - 42 ટકાનો ઉછાળો

નંબર 3
પુના - 49 ટકાનો ઉછાળો

નંબર 2
દિલ્હી - 60 ટકાનો ઉછાળો

નંબર 1
જયપુર - 67 ટકાનો ઉછાળો

આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટીમાં કયા શહેરો છે આગળ
ભારત બહારના આ શહેરોમાં પણ ભડકે બળે છે પ્રોપર્ટીની કિંમતો

સાઉ પાઉલો, બ્રાઝિલ
43 ટકાનો ઉછાળો

હોંગકોંગ
33 ટકાનો ઉછાળો

યુએઇ, દુબઇ
28 ટકાનો ઉછાળો

તુર્કી
26 ટકાનો ઉછાળો

ઇસ્ટોનિયા
23 ટકાનો ઉછાળો

ફિલીપાઇન્સ-મકાતી-સીબીડી
13 ટકાનો ઉછાળો

નોર્વે
13 ટકાનો ઉછાળો

આઇસલેન્ડ
12 ટકાનો ઉછાળો

ઇન્ડોનેશિયા
11ટકાનો ઉછાળો












Click it and Unblock the Notifications
