For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ લોકો તમારા પૈસાને બનાવી દેશે બમણા-ચારગણા

સામાન્ય રીતે જ્યારે પૈસાને બમણા કે ચાર ગણા કરવાની વાત આવે તો લોકોને આશ્ચર્ય થાય છે. લોકોને ડર સતાવે છે કે તેમના પૈસા લઈ કોઈ ભાગી જશે.

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે જ્યારે પૈસાને બમણા કે ચાર ગણા કરવાની વાત આવે તો લોકોને આશ્ચર્ય થાય છે. લોકોને ડર સતાવે છે કે તેમના પૈસા લઈ કોઈ ભાગી જશે. જો કે દરેક કેસમાં આવું હોતુ નથી. આ લોકોને મ્યુચ્યુઅલ ફંડના બેસ્ટ મેનેજર ગણાય છે. આ લોકોએ જે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ચલાઈ છે, તેમાં રોકાણકારોના પૈસા બમણા-ચારગણા થઈ ગયા છે. દેશમાં 44 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે. આ કંપનીઓની હજારો સ્કીમ છે. આ દરેક સ્કીમનો એક ફંડ મેનેજર હોય છે. જો કે દરેક ફંડ મેનેજર સારો હોય તે જરૂરી નથી, જેનાથી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના રિટર્નમાં ફરક જોવા મળે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે ફંડ મેનેજરના પ્રદર્શન પર પણ નજર નાખવી જોઈએ. આવો જોઈએ આવા જ કેટલાક ટૉપના ફંડ મેનેજર્સ અને તેની સ્કીમના રિટર્ન વિશે..

3 કેટેગરીમાં સૌથી સારા ફંડ મેનેજર્સ

3 કેટેગરીમાં સૌથી સારા ફંડ મેનેજર્સ

હાલમાં જ ઈટી વેલ્થના અનેક પેરામિટરના આધારે મ્યુચ્યુઅલ ફંડની 3 કેટેગરીમાંથી સૌથી સારા મેનેજર્સની પસંદગી કરાઈ છે. મ્યુચ્યુઅલ ફંડની આ કેટેગરી છે લાર્જ સ્કેપ ફંડ, મલ્ટી કૈપ ફંડ અને સ્મોલ એન્ડ મિડ કૈપ ફંડ. આવો જાણીએ આ ત્રણે કેટેગરીમાં ટૉપ 3 ફંડ મેનેજર કોણ છે અને તેમના મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું રિટર્ન શું રહ્યુ.

લાર્જ કૈપ ફંડ કેટેગરીના ટૉપ ફંડ મેનેજર

લાર્જ કૈપ ફંડ કેટેગરીના ટૉપ ફંડ મેનેજર

મીરા એસેટ મ્યુચ્યુઅલ ફંડના નીલેશ સુરાણા

આ સર્વેમાં મીરા એસેટ મ્યુચ્યુઅલ ફંડના નીલેશ સુરાણાને લાર્જ કૈપ ફંડમાં સૌથી સારા ફંડ મેનેજર ગણવામાં આવ્યા છે. તેમણે મીરા આસેટ લાર્જ કૈપનું સંચાલન સંભાળી રાખ્યુ છે. આ ફંડ ઘટાડા પછી પણ 3 વર્ષમાં 11.20 ટકા વાર્ષિક વળતર આપે છે. ત્યાં જ 5 વર્ષમાં તેનું વાર્ષિક રિટર્ન 13.04 ટકા રહ્યું છે. તેમની પસંદગીનું ક્ષેત્ર નાણાકીય સેવાઓ રહ્યુ છે. આ ક્ષેત્રમાં તેમની પસંદગી એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક રહ્યુ છે.

એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની સોહિની અદાણી

એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની સોહિની અદાણીએ લાર્જ કેપ ફંડ કેટેગરીમાં બીજો ક્રમ આપ્યો છે. તે એસબીઆઈ લાર્જ કેપ ફંડનું સંચાલન કરી રહ્યા છે. આ ફંડની 21 હજાર કરોડ રૂપિયાથી વધુની એસેટ અંડર મેનેજમેન્ટ છે. જ્યારે ફંડનું 3 વર્ષનું રિટર્ન 6.39 ટકા રહ્યુ છે, ત્યાં જ 5 વર્ષમાં આ ફંડે 10.75 ટકા વાર્ષિક રિટર્ન આપ્યુ છે. તેમની પણ પ્રથમ પસંદગી નાણાકીય સેવા ક્ષેત્ર છે. આ સેક્ટરમાં તેમની પસંદ એચડીએફસી બેંક છે.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના શ્રેયશ દેવલકર

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના શ્રેયશ દેવલકર લાર્જ-કેપ કેટેગરીમાં ત્રીજા સ્થાને છે. તે એક્સિસ બ્લુચિપ ફંડના મેનેજર છે. આ ફંડની આસેટ અંડર મેનેજમેન્ટ 6501 કરોડ રૂપિયા છે. આ ફંડે 3 વર્ષમાં 12.56 ટકાનું વાર્ષિક રિટર્ન આપ્યુ છે. ત્યાં જ આ ફંડ દ્વારા 5 વર્ષમાં વાર્ષિક રિટર્ન 11.33 ટકા રહ્યુ છે. તેમની પસંદગીનું ક્ષેત્ર નાણાકીય સેવાઓનું છે. આ ક્ષેત્રની તેમની પસંદગીની કંપનીઓ કોટક મહિન્દ્રા બેંક, એડીએફસી બેંક અને બજાજ ફાઇનાન્સ છે.

મલ્ટિકેપ ફંડ કેટેગરીના ટોચ ફંડ મેનેજર

મલ્ટિકેપ ફંડ કેટેગરીના ટોચ ફંડ મેનેજર

મીરા એસેટ મ્યુચ્યુઅલ ફંડના નીલેશ સુરાના

આ કેટેગરીમાં પણ મીરા એસેટ મ્યુચ્યુઅલ ફંડના નિલેશ સુરાના પ્રથમ સ્થાન પર છે. તેમના મીરા એસેટ ઇમર્જિંગ બ્લુચિપ ફંડને 3 વર્ષમાં વાર્ષિક રિટર્ન 12.97% રહ્યુ છે, જ્યારે 5 વર્ષમાં તેનું વાર્ષિક રિટર્ન 18.51% રહ્યું છે. આ સેક્ટરમાં પણ તેમની પસંદગીનું ક્ષેત્ર નાણાકીય સેવાઓ છે. તેમની આ ક્ષેત્રની પસંદગીની કંપનીઓ એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંક છે.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના જિનેશ ગોપાની

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના જિનેશ ગોપાણી મલ્ટિ-કેપ કેટેગરીમાં બીજા નંબર પર રહ્યા છે. તેમનો સૌથી સફળ ફંડ એક્સિસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ છે. આ ફંડે 3 વર્ષમાં 9.62% વાર્ષિક રિટર્ન આપ્યુ છે. ત્યાં જ આ ફંડનું 5 વર્ષનું વાર્ષિક રિટર્ન 12.92 ટકા રહ્યું છે. રોકાણ માટે તેમનું પ્રિય ક્ષેત્ર નાણાકીય સેવાઓ છે. તેમની આ ક્ષેત્રની પસંદગીની કંપનીઓ કોટક મહિન્દ્રા બેંક અને બજાજ ફાઇનાન્સ છે.

કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના હર્ષ ઉપાધ્યાય

કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના હર્ષ ઉપાધ્યાય ત્રીજા ક્રમે આવે છે. તે ઘણાં ફંડ્સનું સંચાલન કરે છે, જેમાંથી એક કોટક સ્ટાન્ડર્ડ મલ્ટિકેપ ફંડ છે. ફંડનું 3 વર્ષનું વાર્ષિક રિટર્ન 9.89% ટકા રહ્યુ છે. ત્યાં જ 5 વર્ષનું વાર્ષિક રિટર્ન 13.44 ટકા રહ્યું છે. રોકાણ માટે તેમનું પ્રિય ક્ષેત્ર નાણાકીય સેવાઓ છે. આ ક્ષેત્રમાં તેમની પસંદગીની કંપનીઓ આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક છે.

જાણો સ્મોલ અને મિડ કેપ ફંડ કેટેગરીના ટોચના ફંડ મેનેજરને

જાણો સ્મોલ અને મિડ કેપ ફંડ કેટેગરીના ટોચના ફંડ મેનેજરને

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના શ્રેયશ દેવલકરને મ્યુચ્યુઅલ ફંડની સ્મોલ અને મિડ કેપ કેટેગરીમાં શ્રેષ્ઠ ફંડ મેનેજર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તે એક્સિસ મિડ કેપ ફંડનું સંચાલન કરી રહ્યા છે, જેની આસેટ અંડર મેનેજમેન્ટ 2634 કરોડ રૂપિયા છે. એક્સિસ મિડ કેપ ફંડે 3 વર્ષમાં 9.73% વાર્ષિક રિટર્ન આપ્યું છે. ત્યાં જ 5 વર્ષમાં વાર્ષિક રિટર્ન 11.62 ટકા રહ્યુ છે. આ ફંડનું સૌથી વધુ રોકાણ ઇન્ફો એજ, સિટી યુનિયન બેંક અને એવન્યુ સુપરમાર્કેટ્સમાં છે.

એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના આર. શ્રીનિવાસન

આ કેટેગરીમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના કે આર. શ્રીનિવાસ બીજા સ્થાન પર છે. આ એસબીઆઈ બ્લુચિપ ફંડના મેનેજર છે. આ ફંડનું આસેટ અંડર મેનેજમેન્ટ 2256 કરોડ રૂપિયાનું છે. આ ફંડે 3 વર્ષમાં 10.80 ટકા વાર્ષિક રિટર્ન આપ્યુ છે, ત્યાં જ 5 વર્ષમાં તેણે વાર્ષિક રિટર્ન 18.29 ટકા આપ્યુ છે. આ ફંડનું સૌથી વધુ રિટર્ન જે.કે સિમેન્ટ, હૉકિંસ કુકર અને ડેક્સૉન ટેક્નોલીઝમાં છે.

કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના પંકજ ટિબરેવાલ

કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના પંકજ ટિબરેવાલ આ કેટેગરીમાં ત્રીજા નંબરે ચૂંટાયા છે. આ કોટક ઈમર્જિંગ ફંડની દેખરેખ કરી રહ્યા છે. આ ફંડની આસેટ મેનેજમેન્ટ 4321 કરોડ રૂપિયા છે. આ ફંડ જ્યાં 3 વર્ષમાં 6 ટકા વાર્ષિક રિટર્ન આપ્યુ ત્યાં જ 5 વર્ષમાં વાર્ષિક રિટર્ન 13.85 ટકા આપ્યુ છે. આ ફંડનું સૌથી વધુ રોકાણ પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝમાં છે.

આ પણ વાંચો: પીપીએફ: આ રીતે કરો રોકાણ, મળશે 1 કરોડનું ફંડ

English summary
top mutual fund manager these mutual fund schemes gave best returns
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X