For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીપીએફ: આ રીતે કરો રોકાણ, મળશે 1 કરોડનું ફંડ

જો તમને શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી બીક લાગે છે તો તમે પોસ્ટ ઓફિસમાં પણ રોકાણ કરીને કરોડપતિ બનવાનું સપનું પુરુ કરી શકો છો.

|
Google Oneindia Gujarati News

જો તમને શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી બીક લાગે છે તો તમે પોસ્ટ ઓફિસમાં પણ રોકાણ કરીને કરોડપતિ બનવાનું સપનું પુરુ કરી શકો છો. દેશમાં પોસ્ટ ઓફિસ એક માત્ર એવું સ્થળ છે, જ્યાં રોકાણની જવાબદારી સરકાર લે છે. આવી ગેરંટી બેન્કમાં ડિપોઝિટ રકમ પર પણ નથી મળતી. દેશમાં બેન્કોમાં પડેલી રકમમાંથી માત્ર 1 લાખ રૂપિયા જ સુરક્ષિત હોય છે. ત્યારે દેશમાં રોકાણ કરવાના સૌથી સુરક્ષિત વિકલ્પને પસંદ કરી તમે કરોડપતિ બની શકો છો. આ ઉપરાંત પીપીએફમાં જમા રકમ પર આવકવેરામાં છૂટ પણ મળે છે. આ છૂટ 1.5 લાખની રકમ સુધી મળે છે. પીપીએફમાં જમા રકમનો સૌથી મોટો ફાયદો એ છે કે આ પૈસા કોર્ટ પણ જપ્ત નથી કરી શક્તી.

આ રીતે કરો રોકાણ

આ રીતે કરો રોકાણ

પોસ્ટ ઓફિસમાં પીપીએફ ઉપરાંત રોકાણના અન્ય વિકલ્પ પણ છે. જેમાંથી એક છે ટાઈમ ડિપોઝિટ. આ બેન્કની એફડી જેવું જ છે. જો આ યોજના દ્વારા તમે કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમારે માત્ર 15 વર્ષ સુધી જ રોકાણ કરવું પડશે. આગળના 10 વર્ષ સુધી આ રોકાણ એમનેમ જ રાખવું પડશે. આ રીતે તમે 25 વર્ષમાં લગભગ 1ક રોડ રૂપિયાનું ફંડ તૈયાર કરી શક્શો.

પીપીએફમાં રોકાણથી કરો શરૂઆત

પીપીએફમાં રોકાણથી કરો શરૂઆત

પીપીએફ ખાતુ શરૂઆતમાં 15 વર્ષ માટે ખુલે છે. દેશમાં પોસ્ટ ઓફિસ અને બેન્કમાં પણ આ ખાતું ખુલી શકે છે. પીપીએફ અકાઉ્ટમાં વર્ષમાં ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 12 વખત પૈસા જમા કરી શકાય છે. વર્ષમાં એકવારમાં ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા ભરી શકાય છે. પીપીએફ અકાઉન્ટના વ્યાજ દરની સરકાર દર તક્રણ મહિને સમીક્ષા કરે છે. હાલ પીપીએફ પર 7.9 ટકા વ્યાજ મળે છે.

આ યોજના દ્વારા કરો રોકાણ

આ યોજના દ્વારા કરો રોકાણ

પીપીએફ અકાઉન્ટમાં દર વર્ષે 1.5 લાખનું રોકાણ થઈ શકે છે. આ પૈસા એકવારમાં જમા કરી શકો છો અથવા દર મહિને 12,500ના હપતે પણ જમા કરી શકો છો. આ અકાઉન્ટમાં જો કોઈ વ્યક્તિ 15 વર્ષ સુધી દર મહિને 12,500નું રોકાણ કરશે તો લગભગ 43 લાખનું ફંડ તૈયાર થઈ જશે.

એક નજરે રોકાણ

એક નજરે રોકાણ

- દર મહિને 12,500 પીપીએમાં જમા કરો
- 15 વર્ષ સુધી કરો રોકાણ
- હાલનો વ્યાજ દર 7.9 ટકા
- 15 વર્ષમાં તૈયાર થશે 43 લાખનું ફંડ

આ 43 લાખનું કેવી રીતે કરશો રોકાણ

આ 43 લાખનું કેવી રીતે કરશો રોકાણ

બેન્ક એફડીની જેમ પોસ્ટ ઓફિસમાં પણ એફડી હોય છે. તેને ટાઈમ ડિપોઝિટ કહેવાય છે. તે 1 વર્ષથી 5 વર્ષ સુધીની હોય છે. 5 વર્ષની ટાઈમ ડિપોઝિટમાં ઈન્કમ ટેક્સની છૂટ પણ મળે છે. અહીં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. પરંતુ તમે ગમે તેટલું રોકાણ કરો આવક વેરા પર માત્ર 1.5 લાખ સુધી જ છૂટ મળશે. અહીં પણ 7.7 ટકા વ્યાજ મળે છે. હવે તમારા 43 લાખ પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટમાં જમા કરો. આ વ્યાજ દર પર 5 વર્ષમાં તમારી રકમ વધીને 62.59 લાખ થઈ જશે. હવે આ પૈસા ફરી એકવાર 5 વર્ષ માટે ટાઈમ ડિપોઝિટ કરો. આ વખતે ફંડ થઈ જશે. 91.13 લાખ રૂપિયા. આ રીતે તમે 25 વર્ષમાં લગભગ 1 કરોડનું ફંડ તૈયા કરી શકો છો. વચ્ચે વ્યાજ દર ઘટે તો તમે 91.13 લાખનું ફંડ 1 વર્ષ માટે ફરી ટાઈમ ડિપોઝિટ કરી શકો છો. જે સહેલાઈથી 1 કરોડ થઈ જશે.

આ રોકાણ સમયે ન કરો આટલી ભૂલ

આ રોકાણ સમયે ન કરો આટલી ભૂલ

સામાન્ય રીતે લોકો પીપીએફમાં આવક વેરો બચાવવા માટે જેટલા જરૂરી હોય એટલી જ રકમનું રોકાણ કરે છે. પરંતુ નિષ્ણાતો તેને યોગ્ય નથી માનતા. પીપીએફમાં કમ્પાઉનડેડ રિટર્ન મળે છે. એટલે અહીં પ્રભાવી વ્યાજ દર થોડો વધુ હોય છે. આ રીતે લોકોને દર વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરીને પૂરો ફાયદો મેળવવો જોઈએ. નિષ્ણાતો કહે છે કે લોકો વધુ એક ભૂલ પણ કરે છે. જેમ કે પીપીએફમાં અધવચ્ચેથી પૈસા ઉપાડી લેવા. આમ કરવાની ઘણું નુક્સાન થાય છે.

પીપીએફ ચલાવવાના નિયમ

પીપીએફ ચલાવવાના નિયમ

પીપીએફ 100 રૂપિયાના લઘુત્તમ રોકાણથી શરૂ કરી શકાય છે. બાદમાં પીપીએફમાં દર વર્ષે લઘુત્તમ 500 રૂપિયા જમા કરવાનો નિયમ છે. પીપીએફ અકાઉન્ટ સિંગલ નામથી ખોલી શકાય છે. જો તમે ઈચ્છો તો કોઈને નોમિની પણ બનાવી શકો છો. પીપીએફ અકાઉન્ટ પોસ્ટ ઓફિસથી બેન્ક અને બેન્કમાંથી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ થઈ શકે છે. પીપીએફમાં જમા રકમ પર ઈન્કમ ટેક્સની કલમ 80 સી અંતર્ગત છૂટ મળે છે. આ અકાઉન્ટ 15 વર્ષ પહેલા બંધ નથી કરી શકાતું. જો જરૂરી હોય તો સાતમા વર્ષ બાદ પૈસા ઉપાડી શકાય છે. પીપીએફમાં જમા રકમ પર લોન પણ લઈ શકાય છે. પરંતુ આ સુવિધા પીપીએફ શરૂ હોવાના ત્રીજા વર્ષ બાદ જ મળે છે.

આ પણ વાંચો: આ છે પર્સનલ લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો

English summary
become millionaire by investing in ppf
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X