For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે પર્સનલ લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો

પર્સનલ લોન સેવા માટે બેંક કે અન્ય નાણાકીય સંસ્થાને સામાન્ય રીતે 3 પ્રમાણપત્રોની જરૂર પડે છે.

|
Google Oneindia Gujarati News

પર્સનલ લોન સેવા માટે બેંક કે અન્ય નાણાકીય સંસ્થાને સામાન્ય રીતે 3 પ્રમાણપત્રોની જરૂર પડે છે. એક છે આવકનું પ્રમાણપત્ર, બીજુ ઓળખનું પ્રમાણપત્ર અને ત્રીજુ છે કે આધારકર્તાના સરનામાનું પ્રમાણ. ઉધારદાતાઓ તમારા પાછલા 3 મહિનાના બેંકનું વિવરણ પણ માંગે છે. તમારે લોન લેવા માટે બેંકમાં એપ્લાય કરવાનું રહે છે. પગારધારકો, વ્યવસાયકો કે પેન્શનરો માટે આ ચાર દસ્તાવેજ મહત્વના છે. જ્યારે એનઆરઆઈ માટે જરૂરી દસ્તાવેજો અલગ છે.

આવકનું પ્રમાણપત્ર સિવાય એનઆરઆઈ માટે પાસપોર્ટ, વીઝા અને બિન-નિવાસી સામાન્ય (એનઆરઓ) અને બિન નિવાસી ખાતુ (એનઆરઈ)ની એક નલક સબમિટ કરવી જરૂરી છે. એનઆરઆઈઓ અરજી કરતી વખતે ભારતમાં હોવા જોઈએ અને દેશમાં તેમના નજીકના સંબંધી હોવા જોઈએ.

પગારધારકો માટે જરૂરી દસ્તાવેજો

પગારધારકો માટે જરૂરી દસ્તાવેજો

પગારધારકોને લોન લેવા માટે જરૂરી દસ્તાવેજોમાં આવક, સરનામા અને ઓળખનું પ્રમાણપત્ર જરૂરી છે સાથે જ લોન એપ્લાય કરવાની પ્રકિયા માટે ફોમ સાથે કેટલાક નિમ્નલિખિત દસ્તાવેજો જોડવા જરૂર છે.

ઓળખનું પ્રમાણ

આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાતા ઓળખ પત્ર, પાન કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ હોઈ શકે છે.

એડ્રેસ પ્રુફ

આધાર, વોટર આઈડી અને લાયસન્સ ઉપરાંત તમારુ રેશનિંગ કાર્ડ, પાસપોર્ટ, રેંટ એગ્રીમેન્ટ અથવા મહત્વના બીલ જેવા કે ટેલિફોન કે લાઈટબીલની એક નકલ જમા કરાવવાની રહે છે.

આવકનું પ્રમાણ પત્ર

આવકના પ્રમાણ પત્રમાં તમારે લેટેસ્ટ સેલેરી સ્લીપ કે આવકના પ્રમાણપત્રની એક નકલ જમા કરાવવાની રહે છે. તમારે તમારા લેટેસ્ટ ફોર્મ-16ની એક નકલ જમા કરાવવાની રહે છે. ઉપરાંત પાછલા 3 મહિનાનું તમારુ બેંક ટ્રાન્ઝીક્શનની એક નકલ પણ જમા કરાવવાની રહે છે.

વેપારીઓ માટે જરૂરી દસ્તાવેજો

વેપારીઓ માટે જરૂરી દસ્તાવેજો

ઓળખનું પ્રમાણપત્ર-ઉપર જણાવ્યુ તે પ્રમાણે તમે તમારો પાસપોર્ટ, આધારકાર્ડ, મતદાન ઓળખ પત્ર, ડ્રાઈવિંગ લાયસન્સ અને પાનકાર્ડની એક નજલ જમા કરાવી શકો છો. બિઝનસ કરનાર વ્યકિતએ કંપની કે વ્યકિતગત લોન માટે એપ્લાય કરતી વખતે પાનકાર્ડ જમા કરાવવું અનિવાર્ય છે.

એડ્રેસ પ્રુફ

તમે તમારા આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, મતદાતા ઓળખ પત્રની એક નકલ અથવા મહત્વના બીલની નકલ અથવા ભાડા કરારની એક નકલ પણ આપી શકો છો.

આવકનું પ્રમાણપત્ર

બિઝનસ કરનારાઓ પાસે સેલેરી સ્લીપ હોતી નથી, જેથી તેમણે પોતાના લેટેસ્ટ આઈટી રિટર્નની એક નકલ જમા કરાવવાની રહે છે. ઉપરાંત તેમણે પાછલા બે વર્ષ માટે લાભ અને હાની સાથે આવકની ગણના, હાલની બેલેન્સ શીટ રજૂ કરવી જરૂરી છે, આ ચાર્ટડ

એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત હોવી જોઈએ.

સોલ પ્રોપાઈટર શિપ ડિક્લેરેશન કે પાર્ટનરશીપ ડીડની પ્રમાણિક નકલ, મેમોરેંડમની પ્રમાણિત મુળ નકલ અને એસોશિએશન ઓફ એસોશિએશન અને બોર્ડ રેઝોલ્યુશનની એક નકલ અનિવાર્ય છે.

પેન્શનર માટે જરૂરી દસ્તાવેજો

પેન્શનર માટે જરૂરી દસ્તાવેજો

જો તમે પેન્શન મેળવો છો અને તમારે વ્યકિતગત લોન જોઈએ છે તો તમારે નીચે મુજબના દસ્તાવેજોની જરૂર પડશે.

ઓળખનું પ્રમાણપત્ર

આ માટે તમે મતદાન ઓળખ પત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ કે રેશનિંગ કાર્ડ જેમાં તમારો ફોટો હોય તેવી નકલ જમા કરવાની રહેશે.

એડ્રેસ પ્રુફ

ઉપર જણાવ્યુ તે મુજબ તમે તમારા આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, મતદાતા ઓળખ પત્રની એક નકલ અથવા મહત્વના બીલની નકલ અથવા ભાડા કરારની એક નકલ પણ આપી શકો છો.

ઉંમરનું પ્રમાણપત્ર

જો તમે ઉપરોક્ત દસ્તાવેજો જમા કર્યા છે તો તમારે અલગથી ઉંમરનું પ્રમાણ પત્ર રજૂ કરવાનું રહેશે નહિં. છતાં જો જરૂર પડે તો તમે જન્મનું પ્રમાણપત્ર, પાન કાર્ડ કે સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર આપી શકો છો.

આવકનું પ્રમાણપત્ર

તમે જે સંગઠન સાથે જોડાયેલા હતા, જેનું તમને હાલ પેન્શન મળે છે તે પેન્શનની લેટેસ્ટ પહોંચ. પાછલા 3 મહિનાનું બેંક ખાતાનું ટ્રાન્ઝીક્શન પણ મુકવાનું રહેશે.

એનઆરઆઈ માટે જરૂરી દસ્તાવેજો

એનઆરઆઈ માટે જરૂરી દસ્તાવેજો

રાષ્ટ્રીયતા પ્રમાણપત્ર

તમારે પાસપોર્ટની એક નકલ કે જે તમારી રાષ્ટ્રીયતાનું પ્રમાણ છે તે જમા કરાવવાનું રહેશે.

એડ્રેસ પ્રુફ

તમારે આ સાબિત કરવા માટે તમારા વિઝાની એક નકલ મુકવાની રહેશે. જે દર્શાવશે કે તમે વર્તમાનમાં વિદેશમાં રહી રહ્યા છો.

આવકનું પ્રમાણપત્ર

લોન માટે એપ્લાય કરતી વખતે તમારે ફોમ સાથે સેલેરી સ્લીપ કે આવકનું પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. ઉપરાંત તમારે તમારી અધિકૃત ઈ-મેલ આઈડી કે તમારી એચઆર ટીમની ઈ-મેલ આઈડી આપવાની રહેશે. અંતે તમારે તમારા બેંક ખાતાનું વિવરણ રજૂ કરવાનું રહેશે. તમારી પાસે એક એનઆરઈ કે એનઆરઓ ખાતું હોવું જોઈએ. જેનું પાછલા 6 મહિનાનું વિવરણ રજૂ કરવાનું રહેશે.

આ પણ વાંચો: આ છે ટૉપ 5 હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન, 621 રૂપિયાથી પ્રિમિયમની શરૂઆત

English summary
documents required for personal loan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X