For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલ ડ્રોપ પર થશે દંડ, 1લી ઓક્ટોબરથી TRAIનો નવો નિયમ લાગુ

કોલ ડ્રોપ પર થશે દંડ, 1લી ઓક્ટોબરથી TRAIનો નવો નિયમ લાગુ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોલ ડ્રોપની સમસ્યાથી ગ્રાહકો પરેશાન છે જો કે આ પરેશાનીથી તમને જલદી જ રાહત મળી શકે છે. કોલ ડ્રોપની સમસ્યાને રોકવા માટે ટ્રાઈનો નવો નિયમ 1લી ઓક્ટોબરથી લાગુ થઈ રહ્યો છે. ટ્રાઈનો નવો આદેશ લાગુ થયા બાદ કોલ ડ્રોપ પર દંડની જોગવાઈ હશે. જેમાં કોલ ડ્રોપ પર મોબાઈલ કંપનીઓને તગડો દંડ ફટકારવામાં આવશે.

કોલ ડ્રોપની સમસ્યાથી રાહત મળશે

કોલ ડ્રોપની સમસ્યાથી રાહત મળશે

ટ્રાઈના નવા આદેશ મુજબ હવે કોલ ડ્રોપની સમસ્યાથી તમને રાહત મળશે. ટ્રાઈએ 1લી ઓક્ટોબર 2018 અને સોમવારથી નવો નિયમ લાગુ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. નવા કાયદા અંતર્ગત ખરાબ સર્વિસ આપતા ટેલિકોમ ઓપરેટર્સને દંડ ફટકારવામાં આવશે.

મોદીએ પણ કરી ફરિયાદ

મોદીએ પણ કરી ફરિયાદ

ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં છપાયેલ એક રિપોર્ટ મુજબ કોલ ડ્રોપની સમસ્યા પીએમ નરેન્દ્ર મોદી સુધી પહોંચી હતી. રિપોર્ટ મુજબ દિલ્હી એરપોર્ટથી પોતાના આવાસ સુધી પહોંચતી વખતે પીએમ મોદીએ પણ કોલ ડ્રોપની સમસ્યાને લઈને પરેશાન થવું પડ્યું હતું. એમણે પણ કોલ ડ્રોપની ફરિયાદ કરવી પડી હતી. એમણે કહ્યું કે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ સતત કોલ કરવાની કોશિશ કરી રહ્યા હતા પણ તેમણે કોલ ડ્રોપની સમસ્યાથી પરેશાન થવું પડ્યું.

તગડો દંડ લાગશે

તગડો દંડ લાગશે

સૂત્રો મુજબ વડાપ્રધાનની ફરિયાદ બાદ દૂરસંચાર વિભાગે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં ટેલિકોમ કંપનીઓની બેઠક બોલાવી લીધી છે. બીજી બાજુ 1લી ઓક્ટોબરથી જ કોલ ડ્રોપ સંબંધી નવો કાયદો લાગુ કરી દીધો છે. ટ્રાઈએ કહ્યું કે વાત કરતાં કરતાં નેટવર્ક ગાયબ થઈ જાય તેને જ કોલ ડ્રોપ નહિ માનવામાં આવે. વાતચીત દરમિયાન જો અવાજ ન સાંભળી શકાય અથવા નેટવર્ક નબળું હશે તો તેને પણ કોલ ડ્રોપ જ ગણવામાં આવશે.
આ પણ વાંચો- પેટ્રોલ-ડીઝલની કિંમતોએ વધારી નાગરિકોની મુશ્કેલી, જાણો આજનો ભાવ

English summary
TRAI New Rules from 1 october telecom operator to pay heavy fines for call drop
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X