આધાર કાર્ડ નહીં હોય તો નહીં મળે સિમ કાર્ડને ઇન્ટરનેટ કનેક્શન

Posted By:
Subscribe to Oneindia News

કેન્દ્ર સરકાર એક પછી એક તમામ સરકારી યોજનાઓ અને મહત્વના સરકારી દસ્તાવેજોને આધાર કાર્ડ સાથે જોડી રહી છે. એજ રીતે હવે નવા સીમ કનેક્શન માટે અને બ્રોડબેન્ડ કનેક્શન માટે પણ આધાર નંબર આપવો જરૂરી બનશે. આધાર કાર્ડ બતાવ્યા વગર તમે કોઇ સિમ કાર્ડ નહીં લઇ શકો. વળી લેન્ડલાઇન કનેક્શન માટે પણ હવે આધાર ફરજિયાત છે. ટ્રાઇએ હાલમાં જ આ અંગે જાહેરાત કરીને સ્પષ્ટતા આપી છે.

aas

એટલું જ નહીં આધાર કાર્ડ લાગુ થયા પછી દરેક સિમકાર્ડ માટે ઇ-કેવાયસી પણ જરૂરી છે. ટ્રાઇ દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો હેઠળ નવા મોબાઇલ સિમમાં જ નહીં તમામ મોબાઇલ સબ્સક્રાઇબર્સ માટે ઇ-કેવાયસી વેરિફિકેશન હોવું જરૂરી છે. આમ તમારી જોડે આધાર કાર્ડ નહીં હોય તો તમારો મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્શન આવનારા સમયમાં બંધ થઇ શકે છે. ટ્રાઇ દ્વારા જાહેર ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે મોબાઇલ સિમ કાર્ડ, બ્રોડબેન્ડ અને ફિક્સ લાઇન ફોન માટે આધાર કાર્ડ અનિવાર્ય છે.

English summary
Trai’s recommendation of Aadhaar eKYC for Internet and broadband connections.
Please Wait while comments are loading...