Trump tariff : ટ્રમ્પના ટેરિફ ટેરરને કારણે દુનિયાને કેટલુ નુકસાન થયુ? આંકડો જાણીને ચક્કર ખાઈ જશો
Trump tariff : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે દુનિયાભરના શેરબજારોમાં ભારે માઠી અસર પડી છે.
સમાચારો અનુસાર, મોટાં શેરબજારોમાં તીવ્ર ઘટાવ જોવા મળ્યો છે અને આ કારણે કુલ નુકસાન 10 ટ્રિલિયન ડોલરથી પણ વધુનું થયું છે. બ્લૂમબર્ગ અનુસાર, આ નુકસાનનું પ્રમાણ યુરોપીયન યૂનિયનના કુલ વાર્ષિક GDPના અડધાથી વધુ જેટલુ છે.

પાછલા અઠવાડિયે ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી ત્યારથી જ વૈશ્વિક બજારમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. આ જાહેરાતથી વૈશ્વિક સ્તરે મંદી અને વેપાર યુદ્ધની આશંકાઓ ઉદ્ભવી છે. શેરબજાર, બોન્ડ અને કોમોડિટી માર્કેટમાં ભારે ઊંચચડાવ જોવા મળ્યા છે.
ટેરિફની જાહેરાતનો સૌથી મોટો ફટકો અમેરિકાના શેરબજાર પર પડ્યો છે. S&P 500 ઈન્ડેક્સ ત્રણ દિવસ સતત 4%થી વધુ તુડ્યો છે. અત્યાર સુધીના એક સદીના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે આઈન્ડેક્સ સતત આટલી તીવ્રતાથી તુટ્યો હોય.
આ સ્થિતિ બીજી વિશ્વયુદ્ધ બાદની સૌથી ખરાબ ગણાય છે. આ ઘટના 1987ના બ્લેક મંડેની યાદ અપાવે છે જ્યારે ડાઉ જોઈન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં એક જ દિવસે 22.6%નો ભારે ઘટાડો થયો હતો. ત્યારે આ ઇન્ડેક્સ 508 પોઈન્ટ ઘટીને 1738.74 પર બંધ થયો હતો, જે એ સમયની સૌથી મોટી એકદિવસીય ઘટાડાની ઘટના હતી.
ભારતીય તથા એશિયન શેરબજારો પર પણ ટેરિફની માઠી અસર થઈ છે. સૌથી વધુ નુકસાન અમેરિકાની વોલ સ્ટ્રીટ પર પડી છે. ટેક્નોલોજી ક્ષેત્રની મોટી કંપનીઓ Apple, Google, Nvidia, Meta, Amazon, Microsoft અને Tesla જેવી કંપનીઓને ભારે નુકસાન થયુ છે.
અહેવાલો અનુસાર, માત્ર છેલ્લા થોડા દિવસોમાં જ આ સાત કંપનીઓએ 1.6 ટ્રિલિયન ડોલર ગુમાવ્યા છે. તેમાં સૌથી વધુ નુકસાન Appleને થયું છે, જેને અંદાજે 500 બિલિયન ડોલરનું નુકસાન થયું છે, જે કંપનીની કુલ કિંમતના લગભગ 16.8% જેટલું છે.
Appleના મોટાભાગના ઉપકરણો એશિયામાં તૈયાર થાય છે અને આ ટેરિફ સીધો તેના ઉત્પાદન ખર્ચ પર અસર કરે છે.












Click it and Unblock the Notifications
