For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુએનના રિપોર્ટમાં નવી વૈશ્વિક મંદીની ચેતવણી

|
Google Oneindia Gujarati News

global-recession
સંયુક્ત રાષ્ટ્ર : સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કરેલા તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે આવનારા સમયમાં નવી વૈશ્વિક મંદી આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રએ આગામી બે વર્ષ માટે વૈશ્વિક આર્થિક વૃધ્ધિના તેના અનુમાનોમાં ઘટાડો કર્યો છે. તેણે અમેરિકાની રાજકોષીય સ્થિતિ અને યુરોપના ઋણ સંકટને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં નવી વૈશ્વિક મંદીની શક્યતાની ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફુગાવાનું દબાણ અને મોટી રાજકોષીય ખાધને પગલે ભારતમાં નીતિ વિષયક પ્રોત્સાહન આપવાની શક્યતાઓ પણ ઓછી થશે.

સંયુક્ત રાષ્ટ્રએ ગઇકાલે એટલે કે મંગળવાર, 18 ડિસેમ્બર, 2012ના રોજ પોતાનો આર્થિક અહેવાલ રજૂ કર્યો હતો. 'વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સંભાવના 2013' નામના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 2012 દરમિયાન નોંધપાત્ર નરમાઇ જોવા મળી છે. આશા છે કે વર્ષ 2013માં 2.4 ટકા અને વર્ષ 2014માં 3.2 ટકાના દરથી વૃધ્ધિ નોંધાશે. આ દર પાછલા છ મહિનામાં નોંધાયેલા દર કરતા ઓછો છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2013 માટે 2.7 ટકા અને 2014 માટે 3.9 ટકાની વૃધ્ધિનું અનુમાન કર્યું હતું.

એશિયાની વૃધ્ધિ અને ચીન તથા ભારતની આર્થિક વૃધ્ધિની સંભાવના પણ નબળી પડી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનો વૃધ્ધિ દર 6.9 ટકા હતો. આ વૃધ્ધિદર વર્ષ 2012માં ઘટીને 5.5 ટકા થઇ જશે. ભારતની આર્થિક વૃધ્ધિ વર્ષ 2013માં વધશે અને આ સમયગાળા દરમિયાન 6.1 ટકા જ્યારે 2014માં 6.5 ટકા વૃધ્ધિ દર નોંધાશે.

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન અને ભારત બંને સામે માળખાકીય પડકારો છે. આ કારણે બેને દેશોની વૃધ્ધિને અસર પહોંચી રહી છે. આ સાથે ફૂગાવાની સમસ્યા પણ યથાવત રહેવાના કારણે સરકાર પર દબાણ વધ્યું છે. જેના કારણે આર્થિક નીતિમાં ફેરફાર કરીને અર્થતંત્રની ગતિ ટકાવી રાખવાની શક્યતાઓ પણ સીમિત છે. રિપોર્ટ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થામાં સુધારાને પગલે 2013માં દક્ષિણ એશિયાનો વૃધ્ધિ દર સરેરાશ પાંચ ટકા રહેશે જે વર્ષ 2012માં નોંધાયેલા 4.4 ટકાના વૃધ્ધિ દરથી વધારે રહેશે.

English summary
UN report warns of new global recession.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X