For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2020: આ વખતે બજેટમાં નાણામંત્રી રેલવેને આપી શકે ભેટ, આ એલાન થઈ શકે

Union Budget 2020: આ વખતે બજેટમાં નાણામંત્રી રેલવેને આપી શકે ભેટ, આ એલાન થઈ શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી સરકાર પોતાનું જનરલ બજેટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીારમણે બજેટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૌકોઈને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. મોંઘવારીનો માર સહી રહેલી જનતાને ઉમ્મીદ છે કે નાણામંત્રી આ બજેટમાં તેમના માટે રાહત પેકેજની ઘોષણા કરશે. જ્યારે હવે જનરલ બજેટની સાથે રજૂ થનાર રેલવે બજેટને લઈને પણ કેટલીય ઉમ્મીદો લગાવાઈ રહી છે.

રેલવે બજેટમાં શું ખાસ હશે

રેલવે બજેટમાં શું ખાસ હશે

મીડિયા રિપોર્ટ્સ મુજબ મોદી સરકાર રોડ અને એવિએશન સેક્ટરની જ જેમ રેલવે મંત્રાલય માટે મહત્વની ઘોષણાઓ કરી શકે છે. જ્યારે ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે પાછલા બજેટના મુકાબલે 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ રેલવે બજેટમાં 8 ટકાથી 10 ટકા સુધીનો વધારો કરી શકે છે. આ બજેટમાં રેલવેમાં ઈન્ફ્રા, ખાનગીકરણ અને સુરક્ષા પર ખાસ જોર આપવામાં આવી શકે છે.

આ ટ્રેનોની સંખઅયા વધશે

આ ટ્રેનોની સંખઅયા વધશે

માનવામાં આવી રહ્યું છે કે સરકાર પોતાના આગામી બજેટમાં વંદે ભારતની સંખ્યા વધારવાની ઘોષણા કરી શકે છે. જ્યારે અન્ય કેટલાય વ્યસ્ત રૂટો પર ટ્રેનોની સંખ્યા વધારવાની ઘોષણા કરી શકે છે. આ ઉપરાંત મોદી સરકાર પ્રાઈવેટ ટ્રેનને લઈને ઘોષણાઓ કરી શકે છે. આ ઉપરાંત ટ્રેનોની સ્પીડ અપગ્રેડ કરવાને લઈને પણ ઘોષણા થઈ શકે છે. ટ્રેનો અને સ્ટેશનો પર કેટલીય સુવિધાઓ વધારવામાં આવવાની ઘોષણાઓ કરવામાં આવી શકે છે. ટ્રેનોમાં એન્ટરટેઈનમેન્ટ અને વાઈફાઈ જેવી સુવિધાઓનું એલાન કરવામાં આવી શકે છે.

ખાનગી રોકાણ પર બળ

ખાનગી રોકાણ પર બળ

આગામી બજેમટાં સરકાર રેલવમાં ખાનગી રોકાણને બળ આપવાને લઈ ઘોષણા કરી શકે છે. ખાનગી રોકાણ વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તાર પર ફોકસ કરવામા આવી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રેલવે માટે 65837 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે આ વખતે આ બજેટ વધારીને 72000 કરોડ રૂપિયા થઈ શકે છે. જ્યારે કેપિટનલ એક્સપેન્ડિચરમાં પણ 18 ટકાનો વધારો સંભવ છે. વર્તમાનમાં કેપિટલ એક્સપેન્ડિચર 1.6 લાખ કરોડ છે.

રેલવેને નુકસાનીથી બહાર કાઢવા આ એલાન

રેલવેને નુકસાનીથી બહાર કાઢવા આ એલાન

જ્યારે નાણા મંત્રાલયની કોશિશ હશે કે રેલવેને નુકસાનથી બહાર કાઢવા માટે દરેક શક્ય કોશિશ કરવામાં આવે. આ બજેટમાં યાત્રી ભાડામા થઈ રહેલ નુકસાન ઘટાડવા માટે પગલાં ઉઠાવવામાં આવી શકે છે. જ્યારે રેલવે ટ્રેકના વિદ્યુતીકરણ, ટ્રેનો અને રેલવે સ્ટેશનોને વધુ સુરક્ષિત બનાવવા માટે પગલાં ઉઠાવવામાં આવી શકે છે.

7th Pay Commission: આગામી 10 દિવસમાં કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે તગડી ભેટ7th Pay Commission: આગામી 10 દિવસમાં કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે તગડી ભેટ

English summary
Union Budget 2020: Finance Minister can give gifts to Railways this time, this could be announced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X