Budget Expectations: બજેટથી લોકોને શું અપેક્ષા છે? આવકવેરામાં છૂટથી લઈ આ માંગ કરી
આ વર્ષના બજેટથી નાગરિકોને આવકવેરામાં રાહતની ઉમ્મીદ છે. બજેટ 2025-26 પહેલાં કરવામાં આવેલા સર્વેના પરિણામોના આધાર પર દાવો કરવામાં આવ્યો છે કે ટેક્સપેયર પોતાની ડિસ્પોજેબલ આવક વધારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે પર્સનલ ઈનકમ ટેક્સ રેટમાં કપાત કરવાની માંગ કરી રહ્યા છે.

1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે, જેના માટે ગ્રોથ થૉર્નટન ભારત તરફથી કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે તેમાં સામેલ 57 ટકા લોકોએ ટેક્સ રેટ ઘટાડવાની માંગ કરી છે, જ્યારે 25 ટકા લોકો છૂટ સીમા વધારવાના પક્ષમાં છે.
સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા
આ સર્વેના પરિણામોથી વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમમાં કહેવામાં આવ્યું છે કે હવે નવા કરદાતાની નવી ટેક્સ સિસ્ટમ તરફ ભલામણ વધી રહી છે. હાલ 72 ટકા ટેક્સપેયર્સે નવા અને આસાન ટેક્સ સિસ્ટમને પસંદ કરી છે, જ્યારે માત્ર 28 ટકાએ જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરી છે.
આમ છતાં નવી ટેક્સ સિસ્ટમને વધુ આકર્ષક બનાવવા માટે 46 ટકા લોકો ટેક્સ રેટમાં કમીની ડિમાંડ કરી રહ્યા છે. જ્યારે 26 ટકા લોકો છૂટ સીમા વધારવાની ભલામણ કરી રહ્યા છે. જૂની ટેક્સ સિસ્ટમ ધીમે ધીમે ખતમ કરવાની સરકારની યોજના છે. પરંતુ સર્વે મુજબ 63 ટકા કરદાતા હજી પણ જૂની ટેક્સ સિસ્ટમમાં વધુ પ્રોત્સાહન ઈચ્છે છે.
ડિઝિટકલાઇઝેશનના આ જમાનામાં ટેક્સપેયર્સ ફાઇલિંગ અને કંપ્લાયંસને વધુ સરળ બનાવવાની માંગ કરી રહ્યા છે. સર્વે મુજબ 38 ટકા લોકો વિદેશી બેંકોથી ટેક્સ પેમેન્ટની સુવિધા ઈચ્છે છે, જેથી એનઆરઆઇ ટેક્સ કંપ્લાયંસ સરળતાથી કરી શકે. ડોમેસ્ટિક ટેક્સ કંપ્લાયંસમાં પણ બદલાવની જરૂરત મહેસૂસ કરવામાં આવી રહી છે.
આવકવેરામાં છૂટની માંગ
સર્વે મુજબ 56 ટકા લોકો ટેક્સ ફાઇલિંગ માટે ઇનકમ થ્રેશોલ્ડ વધારવાની માંગ કરી રહ્યા છે. જ્યારે, 32 ટકા લોકો અપડેટેડ ટેક્સ રિટર્ન પર એડિશનલ ટેક્સ ઘટાડવાની ભલામણ કરી રહ્યા છે, જ્યારે 12 ટકાનું કહેવું છે કે રિવાજ્ડ ઈનકમ ટેક્સ ફાઇલિંગ માટે ટાઈમલાઈનને વધારવા જોઈએ.
સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે બજેટ 2025-26માં સરકારને કેવા બદલાવો પર જોર આપવું જોઈએ જેનાથી ટેક્સ રિટર્ન ફાઇલિંગને પ્રોત્સાહન મળી શકે. જેના જવાબમાં 53 ટકા લોકોએ નેશનલ પેંશન સ્કીમ અંતર્ગત ટેક્સ છૂટ અને ફંડ રોકાણના નિયમોમાં વધુ સ્થિતિસ્થાપકતા લાવવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે એનાથી એનપીએસ વધુ આકર્ષક બનશે અને લાંબા સમય સુધી ફાઈનાંશિયલ સ્ટેબિલિટીનો ભરોસો મળશે.
આ ઉપરાંત, ટેક્સપેયર્સ ઈલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે ટેક્સ ઈંસેંટિવ્સ ફરીથી શરૂ કરવા ઈચ્છે છે. સરકારે 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2023 વચ્ચે ઈવી લોન પર વ્યાજદરમાં ટેક્સ છૂટ આપી હતી, જેને હવે ફરીથી લાગૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો સરકાર ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવે છે અને છૂટ વધારવામાં આવે છે, તો તેનાથી કરદાતાઓને મોટી રાહત મળી શકે છે. કરદાતાઓને યુનિયન બજેટ 2025-26થી ઘણી ઉમ્મીદો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
