નોટબંધી પછી હજી પણ આ રીતે લોકો બદલે છે જૂની 500 અને 1000ની નોટ!

Posted By:
Subscribe to Oneindia News

નોટબંધી હજી પણ લોકો જૂની 500 અને 1000ની નોટ બદલાવવાની નીતનવી રીતો અપનાવી પોતાના કાળા નાણાંને સફેદ કરી રહ્યા છે તે વાત તંત્ર સમેત બધા જ જાણે છે. નોટબંધી પછી જૂના 500 અને 1000 રૂપિયાના નોટ બંધ થઇ ગયા છે. વળી મોટી માત્રામાં જૂની નોટો સાથે જો તમે પકડાયા તો તમારી પર કેસ પણ થઇ શકે છે. અને આયકર વિભાગ તમને પૂછી શકે છે કે આ જૂની નોટ તમારી જોડે ક્યાંથી આવી. વળી ભારતની કોઇ પણ બેંકમાં હવે તમે તેની બદલાવી પણ નહીં શકો. પણ ભારતીય રિઝર્વ બેંકે પ્રવાસી ભારતીય માટે આ નોટો બદલવાનો વિકલ્પ ખુલ્લા રાખ્યો છે.

Read also:આ 5 શહેરોમાં રોજ બદલાશે ડિઝલ પેટ્રોલના ભાવ?

હજી પણ જે લોકો વિદેશમાં છે કોઇ કારણ સર ભારત પરત ફરી નથી શકતા અને તેમની પાસે જૂની 500 અને 1000ની નોટ છે તો તેમને મદદ કરવા અને એ લોકો સરળતા રહે તે માટે સરકારે તેમને કેટલીક છૂટ આપી છે. પણ તે વાત પણ બધા જ જાણે છે સારું કરવા જવાના ચક્કરમાં અનેક લોકો તેમના ખોટા કામનો ફાયદો ઉઠાવી લેતા હોય છે. આવું જ કંઇક અહીં પણ થઇ રહ્યું છે. અનેક લોકો પ્રવાસી ભારતીયોને આપવામાં આવેલી આ છૂટનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. તો શું છે આ રીત જેનાથી હજી પણ લોકો ખોટી રીતે પોતાના કાણા નાણાં અને 500 અને 1000ની જૂની નોટો બદલાવી રહ્યા છે તે અંગે જાણો વિગતવાર અહીં....

કુરિયરનો ઉપયોગ

કુરિયરનો ઉપયોગ

પ્રવાસી ભારતીયને હજી પણ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જૂની નોટ બદલવાની છૂટ આપવામાં આવી છે. જેના કારણે હવે લોકો તેમના કાળા નાણાં સફેદ કરવા માટે વિદેશમાં કુરિયર દ્વારા જૂની 500 અને 1000ની નોટ મોકલી રહ્યા છે. અને આ રીતે પોતાની જૂની નોટ બદલાવી રહ્યા છે.

કસ્ટમ તપાસમાં ખુલાસો

કસ્ટમ તપાસમાં ખુલાસો

જો કે સામે પક્ષે પોલીસ પણ આવી ગેરનીતિને રોકવા માટે પૂરતા પ્રયાસો કરી રહી છે. આ ગેરનીતિની ખબર પણ આવી જ રીતે પડી. કસ્ટમ તપાસ દરમિયાન અધિકારીઓને કુરિયરમાં પુસ્તકો છે તેવું કહેવામાં આવ્યું પણ જ્યારે તે કુરિયર ખોલવામાં આવ્યું તો તેમાંથી 1 લાખ રૂપિયાથી વધુ જૂની નોટો નીકળી. અને આ રીતે તેમની આ પોલ પોલીસ અને કસ્ટમ વિભાગે છતી કરી.

સંબંધીની ફેવર

સંબંધીની ફેવર

નોંધનીય છે કે પ્રવાસી ભારતીયોને 30 જૂન સુધી જૂની નોટ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બદલવાની છૂટ છે. માટે જ ભારતમાં રહેતા અનેક લોકોને હવે તેમના વિદેશી સંબંધીઓની યાદ આવવા લાગી છે. અને તે વિદેશમાં રહેતા પોતાના આ જ સગા-વ્હાલાઓને કુરિયર દ્વારા જૂની નોટો મોકલી રહ્યા છે. જેથી તે બદલાવી શકે. વળી આ મામલે વિદેશમાં રહેતા સંબંધીઓને કમિશન પણ મળે છે તેવી પણ પોલીસ તપાસમાં જાણકારી બહાર આવી છે.

થઇ શકે છે સજા

થઇ શકે છે સજા

જો કે આ કમિયો ભલે અનેક લોકોને કારગર લાગતો હોય પણ જો કસ્ટમ કે પોલીસના હાથે પકડાયા તો બન્ને પક્ષ સજાના પાત્ર બની શકે છે. તો કોઇ પણ લોકો આ લોભામયી વાતોમાં આવે નહીં તેવી અમારી અપીલ છે. નોંધનીય છે કે નોટબંધી વખતે અને તેના પછી જો તમારા ખાતામાં 2.5 લાખની વધુ રૂપિયા જમા થયા હશે તો તમારે તે પૈસાનો સ્ત્રોત બતાવવો પડશે. અને તમે તે કરવામાં અક્ષમ રહેશો તો તમારી પર કાર્યવાહી પણ થઇ શકે છે.

યંગ ઇન્ડિયા માટે ખાસ લેખ

યંગ ઇન્ડિયા માટે ખાસ લેખ

તમે તમારું કેરિયર બનાવવા માંગો છો તો આ આર્ટીકલ તમારા કામનો છે. આ 5 સેક્ટરમાં નોકરી કરવાથી મળે છે સૌથી વધુ પગાર...

નોકરી કરવી તો આ 5 જગ્યાએ, જ્યાંનો પગાર તમને જલસા કરાવશે

English summary
Customs said the old notes disguised as books being sent abroad via courier.Read more on it.
Please Wait while comments are loading...