For Quick Alerts
For Daily Alerts

અમેરિકાએ બોઇંગ 787ની નવી બેટરી સિસ્ટમને મંજૂરી આપી
વૉશિંગ્ટન, 26 એપ્રિલ : અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ગુરુવારે બોઇંગ 787 ડ્રીમલાઇનરની લિથિયમ ઇયોન બેટરીની નવી સિસ્ટમને મંજૂરી આપી દીધી છે. આ કારણે લગભગ 3 મહિના બાદ હવે બોઇંગ 787 ફરીથી ઉડાન ભરી શકશે. ઉલ્લેખનીય છે કે બેટરીમાં ટેકનિકલ ખામી સર્જાતા બોઇંગ 787ની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
આમ તો એફએએના નિર્ણય અમેરિકાની યુનાઇટેડ એરલાઇન્સ કે જેની મપાસેજ માત્ર 787 છે તેને લાગુ પડે છે. જો કે આ સત્તામંડળના નિર્ણયને યુરોપ, જાપાન અને અન્ય દેશો પણ અપનવી રહ્યા છે. અમેરિકામાં બોઇંગ 787 માટે નવા ઓર્ડર આપનારી બીજી એક કંપનીએ પણ તેના નિયમોનું પાલન કરવું પડશે.
એફએએની ગણતરી અનુસાર અમેરિકાની યુનાઇટેડ એરલાઇન્સની માલિકીના 6 બોઇંગ 787 વિમાનના રિપેરિંગ પાછળ અંદાજે 2.8 મિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ આવશે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં બે સપ્તાહ કરતા પણ ઓછા સમયમાં બે જુદા જુદા બનાવોમાં ડ્રીમલાઇનર એરક્રાફ્ટની બેટરીઓમાં આગ લાગવાની ઘટના બની હતી. જે વિમાનોમાં આ સમસ્યા સર્જાઇ હતી તે જાપાન એરલાઇન્સ અને નિપ્પોન એરવેઝના હતા. આ બંને કંપનીઓ પાસે અંદાજે 50 બોઇંગ 787 ડ્રીમલાઇનર છે.
Comments
English summary
US approves new battery system for Boeing 787.