UTI MNC ફંડ : મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સ માટે શ્રેષ્ઠ વિકલ્પ
UTI MNC ફંડ દ્વારા અનેક મલ્ટીનેશનલ કંપનીઓ (એમએનસી - MNC) સ્ટોક્સમાં રોકાણ કરવાની તક આપે છે. આ ફંડ ઓપન એન્ડેડ ફંડ છે. આ ફંડ જુલાઇ 2005માં રજૂ કરવામાં આવ્યો હતો અને તે સારા મલ્ટીનેશનલ કંપનીના સ્ટોક્સમાં રોકાણ કરવાની તક આપે છે.
UTI MNC ફંડની વિગતો :
સપ્ટેમ્બર, 2014માં નિફ્ટી સ્ટોક્સમાં લગભગ 18 ટકાનો લાભ આપ્યો છે. ટોચની 5 કંપનીઓનું એક્સપોઝર 31 ટકા રહ્યું છે. UTI MNC ફંડના પોર્ટફોલિયોમાં મલ્ટીનેશનલ કંપનીઓ જેવીકે બોસ્ચ, ક્યુમિન્સ, ઓરેકલ ફાઇનાન્સ અને હનીવેલ ઓટોમેશન જેવા બ્લ્યુચિપ શેર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંપનીમાં મારૂતિ સુઝુકી, અંબુજા સિમેન્ટ્સ અને સીસા સ્ટરલાઇટ જેવા શેર્સનો સમાવેશ થાય છે.

ફંડના સાઇલન્ટ ફીચર્સ
1. સપ્ટેમ્બર 2014માં ક્લિસિલ દ્વારા નંબર વન રેન્ક આપવામાં આવ્યો.
2. એક વર્ષનું રિટર્ન 66 ટકા મળ્યું છે, જ્યારે 5 વર્ષનું રિટર્ન 22 ટકા મળ્યું છે.
3. પોર્ટફોલિયોમાં ક્વૉલિટી બ્લ્યુચિપ સ્ટોક્સનો સમાવેશ.
4. SIP દ્વારા લઘુત્તમ રૂપિયા 500નું રોકાણ કરી શકાય છે.
5. 730 દિવસમાં ફંડ વેચતા 1 ટકાનો એક્ઝિટ લોડ પડે છે.
6. મિડ કેપ સ્ટોક્સમાં હાઇ એક્સપોઝર
7. જુલાઇ - સપ્ટેમ્બરમાં મેનેજમેન્ટમાં એસેટ રૂપિયા 413 કરોડ થઇ હતી.
UTI MNC ફંડમાં શા માટે રોકાણ કરવું જોઇએ?
આ ફંડનો પોર્ટફોલિયો ખૂબ સ્ટ્રોંગ છે. ક્રિસિલે નંબર વન રેટિંગ આપ્યું છે. છેલ્લા ઘણા સમયથી સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘણા વર્ષોથી સારું પરફોર્મન્સ રહ્યું છે.












Click it and Unblock the Notifications
