For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ તબાહીની અસર : હવે બટાકાની કિંમત રડાવશે

|
Google Oneindia Gujarati News

potatoes
નવી દિલ્હી, 28 જૂન : ઉત્તરાખંડની પૂર હોનારતે સમગ્ર દેશને રડાવ્યો છે. તેના આંસું સુકાયા નથી ત્યાં હવે ઉત્તરાખંડના બટાકા પણ દેશવાસીઓને રડાવશે. દેશમાં બટાટાના કુલ ઉત્‍પાદનમાં ઉત્તરાખંડના બટાકાનો હિસ્સો દસ ટકા છે. ભારે વરસાદ અને પૂરને પગલે ઉત્તરાખંડમાં બટાટાના પાકને ભારે નુકસાન થયું છે. આ કારણે દેશમાં બટાકાના પુરવઠા પર અસર પડતા બટાકાની કિંમતોમાં વધારો થવાની સંભાવના છે.

જો કે આ અંગે કેન્દ્રનું કહેવું છે કે ઉત્તરાખંડ પ્રકોપની કોઇ પ્રતિકૂળ અસર બટાટાના ભાવ ઉપર નહીં પડે. કૃષિ ખાતાના આંતરિક અહેવાલ મુજબ ઉત્તરાખંડમાં બટાટાના ખરીફ પાકને તાજેતરના ભારે વરસાદથી નુકસાન થયું હોવાની શકયતા છે, પરંતુ તેની બટાટાની ઉપલબ્‍ધિ અને ભાવ ઉપર નોંધપાત્ર અસર પડવાની શકયતા નથી કારણ કે દેશના એકંદર ખરીફ બટાટાના ઉત્‍પાદનમાં રાજયનો હિસ્‍સો નજીવો છે.

ઉત્તરાખંડમાં 20,000થી 22,000 હેકટર વિસ્‍તારમાં ખરીફ બટાટાનું વાવેતર કરવામાં આવે છે. બટાટાના પાકની કાપણી શરૂ થઈ છે. ગયા વરસે ઉત્તરાખંડનું બટાટાનું ઉત્‍પાદન 4.34 લાખ ટન જેવું હતું, જયારે ભારતનું બટાટાનું ઉત્‍પાદન 41 લાખ ટન જેવું રહ્યું છે.

અહેવાલ મુજબ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્‍હીમાં નવા ખરીફ બટાટાની આવકમાં ઘટાડા તરફી વલણ રહ્યું છે. પરિણામે નવા પાકનું વેચાણ સંગ્રહ કરેલા બટાટાની તુલનામાં ઊંચા ભાવે થાય છે. દેશની મોટાભાગની બટાટાની માગ ગયા વરસના બટાટાના પાકના સંગ્રહમાંથી પૂરી કરવામાં આવે છે.

English summary
Uttarakhand disaster effect: Potatoes will be expensive.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X