ટામેટા સહિત શાકભાજીના ભાવો વધતા રસોડાનુ બજેટ ખોરવાયુ, સામાન્ય જનતાને ક્યારે મળશે રાહત?
Vegetables Price Hike: સમગ્ર દેશમાં વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. પાણી ભરાવાના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તેની મોટી અસર શાકભાજીના ભાવ પર જોવા મળી રહી છે. કારણ કે વરસાદ અને પાણીના કારણે શાકભાજીનો પુરવઠો ખોરવાઈ રહ્યો છે. પરિણામે સામાન્ય લોકોના ખિસ્સા પર તેની અસર પડી રહી છે.
ટામેટાના ભાવ 80 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. આવકમાં ઘટાડો થવાને કારણે ઈન્દોરના બજારમાં ટામેટાના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટમેટાની છૂટક કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગઈ છે. કારણ કે બજારમાં આવક ઘટી છે. જ્યારે જથ્થાબંધ ભાવ 70 થી 72 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે.

મંગળવારે ગ્રાહકોને 115 રૂપિયા પ્રતિ કિલો સુધી ટામેટા મળી રહ્યા હતા. જ્યારે થોડા દિવસો પહેલા સુધી ટામેટાંના ભાવ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા. રાજધાની દિલ્હીમાં ટામેટાના ભાવ 85 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. મુંબઈમાં કિંમત 73 રૂપિયા સુધી છે.
ટામેટાના વેપારીઓનું કહેવું છે કે બેંગલુરુ, શિમલા અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે પાકના આગમન પર અસર પડી છે. તેમણે કહ્યું કે સપ્લાયમાં ઘટાડો અને માંગ વધવાની સીધી અસર ટામેટાંના ભાવ પર જોવા મળી રહી છે. પરિણામે ટામેટાના ભાવમાં 3 થી 4 ગણો વધારો થયો છે. હાલમાં ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે.
આ વર્ષે અત્યાર સુધીમાં ટામેટાંના ભાવમાં માત્ર 3 થી 4 ગણો જ વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે ચોમાસામાં ભારે વરસાદને કારણે ટામેટાંના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો. પરિણામે, ટામેટા રસોડામાંથી બહાર હતા. કારણ કે એક કિલો ટામેટા રૂ.350માં વેચાતા હતા. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવમાં વધારો થતો હોય છે. કારણ કે વરસાદની સીધી અસર શાકભાજીની લણણી, પેકેજીંગ અને સપ્લાય પર પડે છે.
છેલ્લા એક સપ્તાહથી શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મંડીઓમાં શાકભાજી અને ફળોની અછત સાથે, ડુંગળી, બટાટા અને ટામેટાં જેવા મોટા ભાગના મુખ્ય શાકભાજી ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે.
હવામાનની સ્થિતિને કારણે છેલ્લાં કેટલાંક અઠવાડિયાં દરમિયાન કેટલીક શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે - ભારે ગરમીથી લઈને કેટલાક વિસ્તારોમાં વિલંબિત વરસાદ અને અન્ય વિસ્તારોમાં પૂર. ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં શાકભાજીના પરિવહનમાં મુશ્કેલી પડી રહી છે અથવા પાકને નુકસાન થયું છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે.
સર્વેમાં જણાવાયું છે કે 71 ટકા ઘરગથ્થુ ગ્રાહકોએ ટામેટાં માટે પ્રતિ કિલો રૂ. 50 કે તેથી વધુ, બટાકા માટે રૂ. 30 કે તેથી વધુ અને ડુંગળી માટે રૂ. 30 પ્રતિ કિલો કે તેથી વધુ ચૂકવવાની પુષ્ટિ કરી છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમાંથી ઓછામાં ઓછા 18 ટકા લોકોએ ટામેટાં માટે 100 રૂપિયા પ્રતિ કિલોથી વધુ ચૂકવ્યા છે.












Click it and Unblock the Notifications
