વિજય માલ્યાએ દિવાળીમાં કિંગફિશર કર્મચારીઓને નિરાશ કર્યા?

સૂત્રોના જણાવ્યા અનુસાર કિંગફિશર કર્મચારીઓને 12 નવેમ્બર, 2012 સુધી બાકી સેલરી મળી ન હતી. અગાઉ એરલાઇનના સીઇઓ સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે કર્મચારીઓને દિવાળી સુધીમાં ત્રણ મહિનાનો પગાર આપવાનો વાયદો કર્યો હતો.
નોંધપાત્ર બાબત એ છે કે કર્મચારીઓને પગાર ચૂકવવામાં ઠાગાઠૈયા કરનારા વિજય માલ્યાએ દિવાળીના દિવસે ટિ્વટમાં લખ્યું હતું કે "હેપ્પી દિપાવલી, મે ગોડેસ લક્ષ્મી શૉવર યુ વિથ વેલ્થ, ગુડ હેલ્થ એન્ડ હેપ્પીનેસ."
કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને પૈસાનાં ફાંફાં છે ત્યારે વિજય માલ્યાની ટિ્વટે આક્રોશ ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે મેનેજમેન્ટ દ્વાર પગાર ચૂકવવાની ખાતરી અપાયા બાદ કર્મચારીઓ હડતાળ આટોપી કામ પર ચઢ્યા હતા.












Click it and Unblock the Notifications
